Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઇ, વધુ એક ઝડપાયો, ૩ બોગસ ડોકટરો દવાખાનું બંધ કરી પલાયન
    Gujarat

    વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઇ, વધુ એક ઝડપાયો, ૩ બોગસ ડોકટરો દવાખાનું બંધ કરી પલાયન

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વલસાડ જિલ્લામાં હવે બોગસ ડોકટરોને પ્રેકટીસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરો પર રેડ પડાઈ રહી છે.

    વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાગૃત નાગરિક દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ ૪ બોગસ તબીબ અંગે માહિતી મળતા ગતરોજ તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ કપરાડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ્ધા વિસ્તારમાં આવેલા બામણવાડા ગામમાં બિધ્યુત સરવારનાં ક્લિનિક પર કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર અને પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બોગસ તબીબ બિધ્યુત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના પ્રેકટીસ કરતાં જણાતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે અન્ય ૩ બોગસ ડૉકટરો દવાખાનુ બંધ કરી જતાં રહ્યા હોવાથી સ્થળ પર મળી આવ્યા ન હતા. જેમની સામે તપાસ ચાલુ છે.

    વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડના તિથલ રોડ પર ક્લિનિક ચલાવતા બોગસ તબીબ પ્રમોદકુમાર સુરતી વિરૂધ્ધ તા.૧૭/૦૭/૨૦૨૩ નાં રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોશિયલ મીડિયાનાં માધ્યમથી માહિતી મળતા ધરમપુર તાલુકાનાં કાંગવી ગામ ખાતેથી પણ બોગસ ડોકટર બિશ્વાસ મિથુન રાજેન્દ્રનાથ સામે ફરિયાદ થઈ હતી. આ ત્રણેય બોગસ તબીબો સામે ધી ગુજરાત મેડિકલ પ્રેકટીશનર ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ તથા ઇ.પી.કો.-૩૩૬ હેઠળ તથા  ધી ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એકટનાં સેકશન ૧૫, ઇ.પી.કો. ની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગુનો નોંધી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

    આમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય શાખા બોગસ ડૉકટરો સામે કાર્યવાહી કરવા તત્પર છે. જો આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૮૧ પર સંપર્ક કરી માહિતી આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025

    India Rare Earth Reserves: દુર્લભ પૃથ્વી તત્વોમાં નવી મહાસત્તા બનવાનું ભારતનું ધ્યેય

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.