સૌરાષ્ટ્રમાં મંગળવારથી આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પણ ધસમસતા પ્રવાહ ફરી વળ્યા છે. સુત્રાપાડા ફાટક અને વેરાવળ વચ્ચેનો રોડ ધોવાયો છે. વેરાવળના સોનારિયા ગામ નજીક હાઇવે પર પણ ધોવાણ થયું છે. ધોવાણ થતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. કપિલા નદીના પાણીને કારણે હાઇવે બંધ કરાયો છે. ગીર સોમનાથમાં અનરાધાર આફત આવી છે. સુત્રાપાડા અને વેરાવળમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વેરાવળમાં આજે બે કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સુત્રાપાડામાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે કોડીનારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થયા છે. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સોનારિયા ગામ નજીક સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા છે. તો સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે.
વાવડી નજીક રોડ પર પાણી ફરી વળતા બંધ થયો છે. ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદી પણ તોફાની બની છે. ગીર જંગલ અને તાલાળામાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયા છે. નદીનો જળ સ્તર વધતા પ્રાચી તીર્થના કેટલાક વિસ્તારો પાણી ભરાયાં છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૨૨ ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં ૫૪૧દ્બદ્બ (૨૧.૨ ઈંચ) વરસાદ થયો છે, આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં ૪૮૧દ્બદ્બ (૧૮.૯ ઈંચ), તલાલામાં ૨૯૯દ્બદ્બ (૧૧.૭ ઈંચ), રાજકોટના ધોરાજીમાં ૨૯૫દ્બદ્બ (૧૧.૬ ઈંચ), ગીર સોમનાથના કોડિનારમાં ૨૧૮દ્બદ્બ (૮.૫ ઈંચ) વરસાદ થયો છે.