financial year : નાણાકીય વર્ષ 2023-24માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને રૂ. 18.26 લાખ કરોડ થયો હતો, જ્યારે એક વર્ષ અગાઉ તે લગભગ રૂ. 14 લાખ કરોડ હતો. ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. માર્ચ 2024માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 10.07 ટકા વધીને રૂ. 1.64 લાખ કરોડ થયો છે. માર્ચમાં તહેવારોની મોસમ અને નાણાકીય વર્ષના અંતને કારણે ક્રેડિટ કાર્ડ પર વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 1.49 લાખ કરોડ રૂપિયા હતો.
કેર એજ રેટિંગ્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર સૌરભ ભાલેરાવના જણાવ્યા અનુસાર, ‘તહેવારોની સિઝન અને નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે માર્ચમાં ક્રમિક ધોરણે વધુ વ્યવહારો થયા હતા. ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધતો રહેશે, જ્યારે વ્યાપક આધાર અને નિયમનકારી ચકાસણીને કારણે આ ખર્ચ ધીમો થવાની ધારણા છે.
માર્ચ 2024માં ક્રેડિટ કાર્ડ પર કુલ 1.64 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, માર્ચ 2024માં પોઇન્ટ ઓફ સેલ (POS) ટ્રાન્ઝેક્શન વધીને રૂ. 60,378 કરોડ થયા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં આ આઇટમ હેઠળ રૂ. 54,431.48 કરોડનો વ્યવહાર હતો. જોકે, ઈ-કોમર્સ દ્વારા ચૂકવણી ફેબ્રુઆરીમાં રૂ. 0.95 લાખ કરોડથી વધીને માર્ચમાં રૂ. 1.05 લાખ કરોડ થઈ હતી.
કાર્ડ દિગ્ગજોમાં, HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ વ્યવહારો ફેબ્રુઆરીમાં રૂ. 40,288.51 કરોડની સરખામણીએ માર્ચમાં 8.57 ટકા વધીને રૂ. 43,471.29 કરોડ થયા છે. આ સમયગાળા દરમિયાન એક્સિસ બેંક સાથેના વ્યવહારો રૂ. 17528.97 કરોડથી 8.05 ટકા વધીને રૂ. 18,941.31 કરોડ થયા છે. ICICI ક્રેડિટ કાર્ડનો ખર્ચ ફેબ્રુઆરીમાં રૂ. 26,843.03 કરોડથી માર્ચમાં 14.49 ટકા વધીને રૂ. 30,733.11 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, SBI કાર્ડ વ્યવહારો 7.32 ટકા વધીને રૂ. 24,949.17 કરોડ થયા છે. માર્ચ 2024માં બેંકો દ્વારા જારી કરાયેલા કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો થયો છે. માર્ચ સુધી સિસ્ટમમાં જારી કરાયેલા કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 1,010 લાખ સુધી પહોંચી ગઈ છે.