એક મહિલાને તેના પતિએ ૧૨ વર્ષ સુધી કેદ કરીને રાખી હતી. હવે તેને આઝાદ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી છે. મહિલાના માથા પર વાળ પણ નથી કારણ કે, તેના પતિએ તેનું મુંડન કરી નાખ્યું હતું. શરીરના હાડકા પણ તૂટી ગયા છે.
આ મામલો ફ્રાન્સનો છે. મહિલા એક એપાર્ટમેન્ટના બેડરૂમમાંથી મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાના શરીર પર અનેક ઈજાઓ છે. ફ્રાન્સ પોલીસે જણાવ્યું કે, તેમણે જર્મનીના એક નાગરિકની ધરપકડ કરી છે. તેમા ઘરમાંથી તેમની પત્ની ૧૨ વર્ષ બાદ મળી આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા પણ જર્મનીની જ નાગરિક છે. મહિલા કપડા વગરની હાલતમાં મળી આવી છે. તેના શરીર પર અનેક ઈજાઓ છે અને હાડકા તૂટી ગયા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલાને ટોર્ચર કરવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું કે, બેડરૂમને મોટલના તારથી બંધ કરીને રાખવામાં આવ્યો હતો. ઘટના પૂર્વ ફ્રાન્સના ફોરબૈકની છે.
પોલાસ સૂત્રના જણાવ્યા પ્રમાણે ૫૩ વર્ષની મહિલાએ જર્મનીની પોલીસને ફોન કર્યો હતો જેમણે ફ્રાન્સની પોલીસને એલર્ટ કરી હતી. મહિલાના હાથે ફોન લાગી ગયો હતો અને તેમણે પશ્ચિમી જર્મનીના વિસ્બાડેનમાં પોલીસને ફોન કર્યો હતો.
મહિલાના બંને પગ અને આંગળીઓમાં ફ્રેક્ટર છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમના ૫૫ વર્ષીય પતિ પર અપહરણ, રેપ, ત્રાસ અને ક્રૂરતાના કૃત્યો કરવાનો આરોપ છે.