આમિર ખાનનો ભત્રીજાે અને એક્ટર ઈમરાન ખાન આજકાલ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કમબેકના સમાચારોને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન ઈમરાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. ઍક્ટરે કમબેકનો સંકેત આપ્યા પછી, અભિનેતાએ બુધવારે તેની ૧૪ વર્ષ જૂની ફિલ્મ લકના સેટ પરથી તસવીરો શેર કરી. આ દરમિયાન તેણે શૂટિંગ સાથે જાેડાયેલી ખતરનાક વાતો પણ કહી છે. તસવીરો શેર કરતાં ઈમરાને ખુલાસો કર્યો કે, ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે પોપચા બળી ગયા હતા કારણ કે તે અસલી આગ સાથે શૂટિંગ કરી રહ્યો હતો. ઈમરાને એ પણ જણાવ્યું કે તે અસલી એરક્રાફ્ટ પર લટકી રહ્યો હતો.
અસલીમાં ઇમરાને લકના સેટ પરથી કેટલીક મ્જી તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં અભિનેતા આગની વચ્ચે છત્રી લઈને ઊભો જાેવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ફોટામાં તે સેસ્ના એરક્રાફ્ટમાં એક્શન સીન શૂટ કરતો જાેવા મળે છે.
પોતાની ફિલ્મનો ઉલ્લેખ કરતા ઈમરાને લખ્યું, નસીબની વાત કરીએ તો મને આ જૂની તસવીરો મળી અને મને લાગ્યું કે તેને શેર કરવી રસપ્રદ રહેશે. હા, આ અસલી આગ છે. છત્રીએ મને સૂર્ય પ્રકાશથી બચાવ્યો હતો. પરંતુ જ્વાળાઓથી નહીં. અસલીમાં એક ટેક દરમિયાન મારા પોપચા બળી ગયા હતા. જ્યારે જ્વાળાઓ મારી ખૂબ નજીક આવી હતી. ઈમરાને વધુમાં લખ્યું, ‘હા હું ખરેખર ઉડતા સેસના એરક્રાફ્ટના બહારના ભાગ સાથે જાેડાયેલો હતો. કમબેકના સમાચાર વચ્ચે એક્ટરની આ પોસ્ટે ચાહકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. લોકો તેમને જલદીથી જલદીફિલ્મમાં કમબેક કરવાની માગ કરી રહ્યા છે.
એક પ્રશંસકે કમેન્ટ સેક્શનમાં લખ્યું, તમને સોશિયલ મીડિયા પર પાછા જાેઈને ખૂબ આનંદ થયો, આશા છે કે તમે જલદી મોટા સ્ક્રીન પર જાેવા મળશો. અન્ય એક પ્રશંસકે લખ્યું, અમને ઇમરાન ખાનનો રોમેન્ટિક યુગ પાછો જાેઈએ છે. ત્રીજા પ્રશંસકે લખ્યું- ‘મને કહો કે તમે ક્યારે કમબેક કરી રહ્યા છો?’ ચોથા પ્રશંસકે લખ્યું- ઈમરાન મહેરબાની કરીને ફિલ્મમાં પરત આવો. અમે તમારી ફિલ્મોને યાદ કરીએ છીએ. ઈમરાન ખાનની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી હતી, જે ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. ત્યારથી તે લગભગ સોશિયલ મીડિયા અને જાહેર દેખાવમાંથી ગાયબ થઈ ગયા હતા. અભિનેતાએ તાજેતરમાં ૫ વર્ષ પછી પહેલીવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તે કમબેક માટે ચર્ચામાં છે. તેમણે આટલા લાંબા સમય સુધી રાહ જાેવા બદલ ચાહકોનો આભાર પણ માન્યો હતો.