Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ ર્નિણય શહેરી વિસ્તારના માર્ગ સમારકામ માટે MLA ને બે કરોડની ગ્રાન્ટ મળશે
    Uncategorized

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ ર્નિણય શહેરી વિસ્તારના માર્ગ સમારકામ માટે MLA ને બે કરોડની ગ્રાન્ટ મળશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો ર્નિણય કર્યો છે.

    રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી ર્નિણય કર્યો છે. આ ર્નિણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. આમ શહેરી વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાઓથી પરેશાન લોકોને હવે માર્ગની મરામત થતા રાહત સર્જાશે. રાજ્યમાં અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જવાને લઈ મુખ્યપ્રધાને ઝડપથી રસ્તાઓનુ સમારકામ થાય અને વિસ્તારના જનપ્રતિનિધીની સીધી દેખરેખ હેઠળ થાયએ હેતૂથી ધારાસભ્યોને જ આ ગ્રાન્ટ ફાળવી આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025

    Jio vs Airtel: Jio ના નવા પ્લાનથી Airtelને મળશે ટક્કર, મળશે 50 રૂપિયાની બચત

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.