ICICI Prudential shares : ખાનગી ક્ષેત્રની વીમા કંપની ICICI પ્રુડેન્શિયલનો શેર બુધવારે લગભગ સાત ટકા ઘટ્યો હતો. ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 26 ટકાનો ઘટાડો નોંધાયા બાદ કંપનીનો શેર નીચે આવ્યો છે. બીએસઈ પર શેર 6.73 ટકા ઘટીને રૂ. 553.15 થયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તે 6.24 ટકા ઘટીને રૂ. 556.75 પર આવી ગયો હતો. ICICI પ્રુડેન્શિયલએ મંગળવારે જણાવ્યું હતું કે ઊંચા ખર્ચને કારણે તેનો ચોખ્ખો નફો 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં 26 ટકા ઘટીને રૂ. 174 કરોડ થયો છે. વીમા કંપનીને 2022-23ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 235 કરોડનો નફો થયો હતો. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2023-24 માટે ICICI પ્રુડેન્શિયલનો ચોખ્ખો નફો પાંચ ટકા વધીને રૂ. 852 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ચોખ્ખો નફો 811 કરોડ રૂપિયા હતો.