Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Cricket»હૈદ્રાબાદે વર્લ્ડ કપની મેચનો કાર્યક્રમ બદલવા કહ્યું હતું વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારનો બીસીસીઆઈનો સ્પષ્ટ ઈનકાર
    Cricket

    હૈદ્રાબાદે વર્લ્ડ કપની મેચનો કાર્યક્રમ બદલવા કહ્યું હતું વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારનો બીસીસીઆઈનો સ્પષ્ટ ઈનકાર

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં જ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈને પત્ર લખી વર્લ્ડ કપ ૨૦૨૩માં ફેરફાર કરવા અપીલ કરી હતી. હવે બીસીસીઆઈએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે આ અંતિમ તબક્કે આઈસીસીક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલમાં ફેરફાર કરવો યોગ્ય નથી. એસોસિએશન પણ શેડ્યૂલ મુજબ ચલાવવા માટે સંમત છે. આ સ્થિતિમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે સતત બે વર્લ્ડ કપ મેચોની યજમાની કરવી પડશે. વર્લ્ડ કપનો શેડ્યૂલ પહેલાથી જ બદલાઈ ગયો છે. જાે એચસીએએ અગાઉ બીસીસીઆઈપાસેથી ફેરફારોની માંગ કરી હોત, તો તે સ્વીકારવામાં આવી હોત.

    સુપ્રીમ કોર્ટના પ્રશાસક એલ નાગેશ્વર રાવ દ્વારા નિયુક્ત ટીમના સભ્ય દુર્ગા પ્રસાદે કહ્યું, અમે બીસીસીઆઈસાથે ચર્ચા કરી છે અને તેઓએ સંકેત આપ્યો છે કે આ સમયે શેડ્યૂલમાં ફેરફાર શક્ય નથી. તેથી અમે સહકાર આપવાનું નક્કી કર્યું છે.એચસીએના અધિકારીઓએ ગઈકાલે બીસીસીઆઈના કાર્યકારી સીઈઓ હેમાંગ અમીન સાથે રમતોની વ્યવસ્થા અંગે લાંબી ચર્ચા કરી હતી.
    એચસીએઅધિકારીએ કહ્યું, “અમે સમજીએ છીએ કે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પહેલેથી જ એક નિવેદન જારી કરી ચૂક્યા છે. અમને જાણ કરવામાં આવી છે કે છેલ્લી ઘડીના ફેરફારો કરવા પડકારજનક છે અને અમે મેચોને વ્યવસ્થિત રીતે ચલાવવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશું. અમે શહેર પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેમણે અમને તમામ મદદની ખાતરી આપી છે.” હૈદરાબાદને ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપ માટે મેચોનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને એચસીએવહીવટીતંત્રને લાગ્યું કે સુરક્ષા તૈયારીઓને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે આદર્શ નથી.

    હૈદરાબાદમાં ૯ ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડની મેચ યોજાશે, જ્યારે બીજા દિવસે પાકિસ્તાન અને શ્રીલંકા આ જ મેદાન પર ટકરાશે. બંને મેચ ડે-નાઈટ મેચ છે. પ્રસાદે કહ્યું છે કે, અમે અનુમાન લગાવ્યું હતું કે શ્રીલંકા અને પાકિસ્તાન ઉપ્પલ સ્ટેડિયમમાં જ પ્રેક્ટિસ કરવા માંગશે, પરંતુ શેડ્યૂલને કારણે આ શક્ય નહી બને. જાે કે અમને જાણ કરવામાં આવી છે કે વૈકલ્પિક સ્થળ પર પ્રેક્ટિસની સુવિધા ગોઠવી શકાય છે. અમે તેનું આયોજન જીમખાના મેદાનમાં કરીશું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ND vs AUS ત્રીજી ODI માં ગિલ નહીં કરે ઓપનિંગ રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર ઈશાન કિશન હશે

    September 26, 2023

    રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત

    September 26, 2023

    ગોલ્ડથી હવે બસ એક જીત દૂર એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ

    September 24, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version