ભાવનગર જિલ્લામાં ધોરણ ૩થી ૮ના કેટલાક પુસ્તકો (મ્ર્ર્ાજ) અપાયા જ નથી. શાળા શરૂ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ તંત્ર દ્વારા એકમ કસોટી અને અન્ય સ્વાધ્યાયપોથીઓ આપવામાં આવી નથી. એટલું જ નહીં પહેલા અને બીજા ધોરણની ચિત્રપોથી તેમજ લેખનપોથી પણ તમામ બાળકોની મળી નથી. આ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય ત્યારે જ મળી જવા જાેઈએ, પરંતુ હજુ સુધી પુસ્તકો ન મળતાં શિક્ષકો પણ પરેશાન છે.
એક તરફ એકમ કસોટી નોટબૂક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ રફબૂક કે છૂટક પેજમાં કસોટીના ઉત્તર લખવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ પુસ્તક મુદ્દે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
ભાવનગર શિક્ષણ સમિતિના ચેરમેને પણ પુસ્તકો ન આવ્યાનું સ્વીકાર્યું છે. તો સાથે એવો દાવો પણ કર્યો છે કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જશે. મહત્વનં છે કે સરકારી શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓ પાસે સારા પરિણામની આશા રાખતું હોય છે, પરંતુ જાે સમયસર પુસ્તકો જ ન પહોંચતા હોય તો બાળકો કેવી રીતે ભણી શકે અને કેવી રીતે સારું પરિણામ લાવી શકે તે લોકોના મનમાં મોટો સવાલ છે.