Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»તમારા PAN કાર્ડ પર કોઈએ બોગસ કંપની કે GST રજીસ્ટ્રેશન તો નથી કરાવ્યું ને? આ રીતે કરો તાત્કાલિક તપાસ
    Business

    તમારા PAN કાર્ડ પર કોઈએ બોગસ કંપની કે GST રજીસ્ટ્રેશન તો નથી કરાવ્યું ને? આ રીતે કરો તાત્કાલિક તપાસ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 19, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાવધાન! PAN Card ના ગેરઉપયોગથી થઈ શકે છે મુશ્કેલી, જાણો GST અને IT પોર્ટલ પર તપાસ કરવાની રીત

    18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો બનાવવા ખૂબ જ જરૂરી બની જાય છે, જેમાં ‘પાન કાર્ડ’ (PAN Card) સૌથી અગત્યનું છે. પાન કાર્ડનો ઉપયોગ માત્ર ઇનકમ ટેક્સ સંબંધિત કામગીરી માટે જ નહીં, પરંતુ બેંક એકાઉન્ટ ખોલાવવા અને મોટા નાણાકીય વ્યવહારો માટે પણ થાય છે. પરંતુ હાલના સમયમાં પાન કાર્ડ સંબંધિત ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ તમારા પાન કાર્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કોઈ બોગસ ફર્મ, કંપની કે GST રજીસ્ટ્રેશન કરાવી લે, તો તમે મોટી કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

    આ દરમિયાન ઇનકમ ટેક્સ વિભાગે પણ શંકાસ્પદ રીતે વિદેશ મોકલવામાં આવેલા નાણાંની દેશવ્યાપી તપાસ શરૂ કરી છે. વિભાગની ખાસ નજર એવી કંપનીઓ અને સંસ્થાઓ પર છે જેમના વિદેશી ટ્રાન્ઝેક્શન તેમના બિઝનેસ અને કમાણી સાથે મેળ ખાતા નથી. આવા સંજોગોમાં તમારા પાન કાર્ડની તમામ વિગતો સમયાંતરે ચકાસવી તમારા માટે અત્યંત જરૂરી બની જાય છે.

    પાન કાર્ડ સાથે જોડાયેલી કંપની આ રીતે ચેક કરો

    જો તમને શંકા હોય કે કોઈએ તમારા પાન કાર્ડનો ગેરઉપયોગ કર્યો છે, તો તમે જાતે જ સરળ રીત અપનાવીને તેની તપાસ કરી શકો છો. GST પોર્ટલ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તમારા પાન કાર્ડ પર કોઈ GST રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં.

    • સૌથી પહેલાં અધિકૃત GST Portal પર જાઓ.

    • અહીં ‘Services’ સેક્શનમાં જઈને ‘Search Taxpayer’ નો વિકલ્પ પસંદ કરો.

    • ત્યારબાદ ‘Search by PAN’ પર ક્લિક કરો.

    • હવે તમારો પાન નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો.

    • સબમિટ કરતાની સાથે જ તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા તમામ GST રજીસ્ટ્રેશનની માહિતી સામે આવી જશે.

    • જો અહીં કોઈ એવી કંપની કે ફર્મનું નામ દેખાય જેની સાથે તમારો કોઈ સંબંધ નથી, તો તાત્કાલિક સાવધાન થઈ જાઓ.

    Income Tax Portal પર પણ વિગતો ચકાસો

    ઇનકમ ટેક્સ પોર્ટલ પર તપાસ કરવા માટે સૌથી પહેલાં Income Tax e-Filing Portal પર પોતાના એકાઉન્ટમાં લોગિન કરો. ત્યારબાદ ‘e-File’ સેક્શનમાં જઈને ‘Income Tax Return’ સંબંધિત વિકલ્પમાં જઈ Form 26AS અને AIS (Annual Information Statement) ડાઉનલોડ કરો. અહીં દર્શાવવામાં આવેલી તમામ આવક, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને ટેક્સ કપાતની એન્ટ્રીઓ ધ્યાનથી ચકાસો. જો અહીં કોઈ અજાણ્યો વ્યવહાર દેખાય તો તરત જ એક્શન લો.

    પાન કાર્ડનો દુરુપયોગ જણાય તો શું કરવું?

    જો તપાસ દરમિયાન તમારા પાન કાર્ડ પર કોઈ ફેક કંપની, બોગસ GST રજીસ્ટ્રેશન કે કોઈ અજાણી લોન જોડાયેલી જોવા મળે, તો નીચે મુજબના પગલાં ભરો:

    • સૌથી પહેલાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (Cyber Crime Portal) પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

    • આ સિવાય તમે સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને પણ ફ્રોડની જાણ કરી શકો છો.

    • જો કોઈ ફેક GST રજીસ્ટ્રેશન મળ્યું હોય તો GST પોર્ટલના હેલ્પડેસ્ક પર તાત્કાલિક ઈમેલ અથવા ટિકિટ રેઝ કરીને ફરિયાદ કરો.

    • મામલો ગંભીર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને લિખિત FIR દાખલ કરાવો. ફરિયાદ કરતી વખતે પુરાવા તરીકે સંબંધિત દસ્તાવેજો અને સ્ટેટમેન્ટ સાથે રાખો.

    #CyberSecurityIndia #GSTPortalCheck #PanCardFraud
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      તાઇવાન સરકારની અનોખી યોજના: મજબૂત અર્થતંત્રનો લાભ જનતાને આપવા દરેક નાગરિકને મળશે ₹26,000 કેશ

      August 19, 2026

      ક્રેડિટ કાર્ડના બિલમાં માત્ર 46 પૈસા ઓછા ભર્યા તો બેંકે ફટકાર્યો ₹1,200થી વધુનો ચાર્જ! જાણો આખી ઘટના

      August 19, 2026

      ડિજિટલ પેમેન્ટ્સના વિસ્ફોટ વચ્ચે દેશમાં કેશની માગ વધી: RBI માટે નવા નોટોના પ્રિન્ટિંગનું અનુમાન લગાવવું પડકારજનક

      August 19, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.