Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»વિશ્વના કયા દેશોમાં મળે છે સૌથી વધુ ‘ટેક હોમ સેલરી’? જાણો ક્યાં થાય છે સૌથી વધુ બચત
    Business

    વિશ્વના કયા દેશોમાં મળે છે સૌથી વધુ ‘ટેક હોમ સેલરી’? જાણો ક્યાં થાય છે સૌથી વધુ બચત

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 22, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોટા પગાર પછી પણ હાથમાં કેટલા બચે છે? ટેક્સ કપાત બાદ કયા દેશના કર્મચારીઓ સૌથી વધુ બચત કરે છે

    દર મહિને પગાર જમા થયાના થોડા જ દિવસોમાં બેંક બેલેન્સ ખાલી થઈ જવું એ આજે વિશ્વભરના મોટાભાગના નોકરીયાતોની સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવકવેરો (Income Tax), પ્રોવિડન્ટ ફંડ, સોશિયલ સિક્યોરિટી અને અન્ય સરકારી કપાતો બાદ કર્મચારીના હાથમાં જે રકમ આવે છે—જેને ‘ટેક હોમ સેલરી’ (Take-Home Salary) કહેવામાં આવે છે—તે ઘણીવાર અપેક્ષા કરતાં ખૂબ ઓછી હોય છે.

    જોકે, વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં ઊંચા ટેક્સ અને કપાતો છતાં કર્મચારીઓ દર મહિને હજારો ડોલરની બચત કરી લે છે. ‘ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’ (OECD) ના તાજેતરના વૈશ્વિક ડેટા અનુસાર, વિશ્વના 37 દેશોની સરખામણીમાં કર્મચારીઓને સૌથી વધુ ટેક હોમ સેલરી આપવાના મામલે સ્વિટ્ઝરલેન્ડ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે.

    સ્વિટ્ઝરલેન્ડ મોખરે: ટેક્સ કપાયા પછી પણ મંગી કમાણી

    OECD ના રિપોર્ટ અનુસાર, સ્વિટ્ઝરલેન્ડના કર્મચારીઓ કમાણી અને બચતના મામલે સૌથી વધુ નસીબદાર છે. અહીં એક કર્મચારીની સરેરાશ માસિક ગ્રોસ સેલરી (કપાત પહેલાંનો પગાર) અંદાજે $10,112 (અમેરિકન ડોલર) જેટલી હોય છે. તમામ પ્રકારના આવકવેરા અને અન્ય સરકારી કપાતો બાદ કર્યા પછી પણ કર્મચારીના હાથમાં દર મહિને સરેરાશ $8,282 બચે છે. આ રકમ વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં બમણાથી પણ વધુ છે.

    યુરોપિયન દેશોનો દબદબો: આઈસલેન્ડ અને લક્ઝમબર્ગ આગળ

    સૌથી વધુ ચોખ્ખો પગાર આપનારા દેશોની યાદીમાં યુરોપિયન દેશોનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળે છે:

    • આઈસલેન્ડ: બીજા ક્રમે આવતા આ દેશમાં કપાત પછી કર્મચારીને દર મહિને સરેરાશ $5,873 ની ટેક હોમ સેલરી મળે છે.

    • લક્ઝમબર્ગ: આ નાનકડો યુરોપિયન દેશ ત્રીજા ક્રમે છે, જ્યાં કર્મચારીઓ તમામ કપાત બાદ સરેરાશ $5,013 ઘર ભેગા કરે છે.

    • યુનાઇટેડ કિંગડમ (UK): બ્રિટન આ યાદીમાં ચોથા સ્થાને છે, જ્યાં માસિક સરેરાશ ચોખ્ખો પગાર $4,720 છે.

    • નેધરલેન્ડ્સ: પાંચમા ક્રમે આવતા નેધરલેન્ડ્સમાં કર્મચારીઓને કપાત પછી દર મહિને આશરે $4,713 મળે છે.

    યુનાઇટેડ સ્ટેટ્સ (USA) કયા સ્થાને છે?

    વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું અમેરિકા આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવે છે. અમેરિકામાં સરેરાશ માસિક ગ્રોસ સેલરી અંદાજે $6,127 છે. પરંતુ ટેક્સ અને અન્ય કપાતો બાદ કર્મચારીના ખિસ્સામાં દર મહિને લગભગ $4,638 આવે છે.

    અમેરિકા પછીના અન્ય અગ્રણી દેશોની સ્થિતિ નીચે મુજબ છે:

    • નોર્વે: $4,619 ની માસિક ટેક હોમ સેલરી સાથે સાતમા ક્રમે.

    • ઓસ્ટ્રેલિયા: $4,470 સાથે આઠમા સ્થાને.

    • ડેનમાર્ક: $4,374 ની રકમ સાથે નવમા ક્રમે.

    • આયર્લેન્ડ: $4,274 ની માસિક બચત સાથે દસમા સ્થાને.

    Scheme

    જર્મની, કેનેડા અને અન્ય વિકસિત દેશોની સ્થિતિ

    વિશ્વની મુખ્ય આર્થિક સત્તાઓમાં ગણાતા અન્ય દેશોમાં પણ ટેક હોમ સેલરીનું પ્રમાણ સારું રહેલું છે. કેનેડામાં કર્મચારીઓ તમામ ટેક્સ બાદ $4,092 મેળવે છે, જ્યારે ઓસ્ટ્રિયામાં આ આંકડો $4,030 અને ઇઝરાયેલમાં $3,980 જેટલો છે.

    યૂરપના સુદ્રઢ કલ્યાણકારી મોડેલ ધરાવતા દેશોમાં:

    • જર્મની: $3,872

    • સ્વીડન: $3,659

    • ફિનલેન્ડ: $3,640

    • બેલ્જિયમ: $3,572

    • ફ્રાન્સ: $3,134

    આ દેશોમાં ટેક્સનો દર પ્રમાણમાં ઊંચો હોવા છતાં, ઊંચા ગ્રોસ પગારને કારણે કર્મચારીઓ પાસે પૂરતી રકમ બચી જાય છે.

    કોલંબિયા યાદીમાં સૌથી નીચે: સ્વિટ્ઝરલેન્ડ સાથે 13 ગણો તફાવત

    આ યાદીમાં સૌથી ઓછી ટેક હોમ સેલરી ધરાવતો દેશ કોલંબિયા છે. કોલંબિયામાં તમામ કપાત બાદ કર્મચારીના હાથમાં દર મહિને સરેરાશ માત્ર $649 જ બચે છે. જ્યારે મેક્સિકોમાં આ રકમ $795 ની આસપાસ છે.

    આ આંકડા દર્શાવે છે કે સ્વિટ્ઝરલેન્ડ ($8,282) અને કોલંબિયા ($649) વચ્ચે કર્મચારીની ચોખ્ખી કમાણીમાં લગભગ 13 ગણો રેશિયો કે તફાવત છે. આ વિષમતા વિશ્વના જુદા જુદા દેશોમાં રહેલી આર્થિક ક્ષમતા, જીવનધોરણ અને વેતન પ્રણાલી વચ્ચેનો મોટો તફાવત છતો કરે છે.

    #GlobalEconomy #HighestPayingCountries #TakeHomeSalary
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      વર્લ્ડ બેંકનો અહેવાલ: નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો જીડીપી વિકાસ દર 7.1% રહેવાનું અનુમાન

      October 6, 2026

      IRDAIના પ્રસ્તાવિત કમિશન ફેરફારો સામે IBAIનો વિરોધ: લાખો રોજગારી પર સંકટનું જોખમ

      October 6, 2026

      8 અઠવાડિયાની મંદી પછી શેરબજારમાં રિકવરી: હવે મોટી રકમ રોકવી કે SIP કરવી?

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.