Hemant Soren : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભા સત્રની કાર્યવાહીમાં હાજરી ન આપવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ માટેની સુનાવણી 1 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે જેલમાં બંધ જનપ્રતિનિધિઓને સત્ર દરમિયાન ભાગ લેવાની છૂટ છે. હાઇકોર્ટ અને ઇડી કોર્ટમાં આને લગતા કોર્ટના આદેશો પણ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે તેની અરજી સ્વીકારી ન હતી અને તેને ફગાવી દીધી હતી. અરજીમાં હેમંત સોરેને માગણી કરી હતી કે આગામી દિવસોમાં બોલાવવામાં આવનારા વિધાનસભા સત્રમાં તેમને હાજર રહેવા દેવામાં આવે. એટલું જ નહીં, હેમંત સોરેને સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના આદેશને રદ્દ કરવા વિનંતી કરી છે.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઝારખંડ વિધાનસભા સત્ર દરમિયાન હેમંત સોરેને ED કોર્ટને ગૃહમાં સામેલ થવા માટે કહ્યું હતું, પરંતુ ED કોર્ટે મંજૂરી આપી ન હતી, ત્યારબાદ હેમંત સોરેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાંથી પણ પૂર્વ મુખ્યમંત્રીને ગૃહમાં હાજર રહેવાની પરવાનગી મળી શકી નથી.