Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ઘરમાં બે-બે દીકરીઓ હોવાથી તે સાતમા આસમાને છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ પૂજા જાેશી બની દીકરીની મમ્મી
    Entertainment

    ઘરમાં બે-બે દીકરીઓ હોવાથી તે સાતમા આસમાને છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ પૂજા જાેશી બની દીકરીની મમ્મી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ લાંબા સમયથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થયેલા શોમાંથી એક છે. શોને ૧૫ વર્ષ પૂરા થઈ ગયા છે. આ શોની કાસ્ટમાં અત્યારસુધીમાં ધરમૂળથી ફેરફાર થયો છે. જાે કે, મૂળ કલાકારોને દર્શકો ભૂલ્યા નથી અને તેમને હજી પણ તેમના પાત્રોના નામથી ઓળખે છે. શોમાં શરૂઆતમાં અક્ષરાની મિત્ર અને ભાભીના રોલમાં જાેવા મળેલી પૂજા જાેશી અરોરા આજકાલ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ગત મહિને તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હવે તે મા બની ગઈ છે. તે અને પતિ મનિષ અરોરા પહેલાથી જ એક દીકરીના માતા-પિતા હતા અને તેમના ઘરે બીજીવાર લક્ષ્મીજીનું આગમન થયું છે. પૂજા જાેશીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર બીજીવાર મમ્મી બન્યાના ગુડન્યૂઝ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું ‘ભગવાનની દયાથી આજે દીકરીને જન્મ આપ્યો છે. તમારા આશીર્વાદ વરસાવતા રહેવાની વિનંતી’. આ સાથે એક પોસ્ટમાં દીકરીનું શું નામ રાખ્યું તેનો પણ ખુલાસો કર્યો હતો. જે મુજબ કપલે નવજાત દીકરીનું નામ ‘રુહાની’ રાખ્યું છે. જેનો અર્થ થાય છે ‘આધ્યાત્મિક,પવિત્ર અને દૈવી’. ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સે પૂજા પર અભિનંદનનો વરસાદ કર્યો હતો અને તેની દીકરી માટે પ્રેમ મોકલ્યો હતો. તો એક તેના ફેને લખ્યું હતું ‘તમારા બંને માટે ખુશ છું… દીકરીઓ ખરેખર આશીર્વાદ સમાન હોય છે’, એક ફેને કોમેન્ટ કરી હતી ‘હંમેશા તારી મોટી ફેન રહી છું. અભિનંદન અને તારા માટે ખુશ છું’ તો એકે બંને નસીબદાર ગણાવતા લખ્યું હતું ‘તું અને મનીષ ભાગ્યશાળી છો કે તમારે બે દીકરી છે. ૨૦ જુલાઈના રોજ પૂજા જાેશી અરોરાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી.

    ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શેર કરીને તેણે ગુડન્યૂઝ શેર કર્યા હતા. જેમાં તેની મેટરનિટી ફોટોશૂટની તસવીરો હતી. આ સાથે મોટી દીકરી પણ તેમા સામેલ હતી અને મોટી બહેન બનવાની તેને પણ ખુશી હોવાનું તસવીરો પરથી સ્પષ્ટ લાગતું હતું. આ સાથે તેણે હંમેશા સપોર્ટ અને પ્રેમ આપનારા ફેન્સનો આભાર માન્યો હતો. તો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના પૂર્વ કો-એક્ટર્સે પણ તેને અભિનંદન પાઠવ્યા હતા. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નું પહેલું પ્રીમિયર ૨૦૦૯માં થયું હતું અને તેને ખૂબ જ પ્રેમ તેમજ પોપ્યુલારિટી મળી હતી. પૂજા જાેશીનું પાત્ર પણ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. હિના ખાન અને કરણ મહેરાએ શોમાં અક્ષરા અને નૈતિકનો લીડ રોલ ભજવ્યો હતો. હાલ શોમાં હર્ષદ અરોરા અને પ્રણાલી રાઠોડ લીડ રોલમાં છે. આ સિવાય અભિનય ઉર્ફે જય સોનીની હાલમાં જ એક્ઝિટ થઈ છે. પૂજા જાેશીની વાત કરીએ તો, તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો થોડા વર્ષ કામ કર્યા બાદ છોડ્યો હતો. ખાસ કરીને ૨૦૧૫માં બિઝનેસમેન મનીષ અરોરા સાથે લગ્ન કર્યા બાદ તે એક્ટિંગથી દૂર થઈ હતી. ૨૦૧૭માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. હાલ તે એક્ટિંગથી દૂર છે પરંતુ મુંબઈમાં પોતાનું સલૂન ચલાવી સારી એવી કમાણી કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.