Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ઇશિતા દત્તા-વત્સલ શેઠના ઘરે ગૂંજી કિલકારી, લગ્નના ૬ વર્ષ બાદ દ્રશ્યમ એક્ટ્રેસે બેબી બોયને આપ્યો જન્મ
    Entertainment

    ઇશિતા દત્તા-વત્સલ શેઠના ઘરે ગૂંજી કિલકારી, લગ્નના ૬ વર્ષ બાદ દ્રશ્યમ એક્ટ્રેસે બેબી બોયને આપ્યો જન્મ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા અને વત્સલ શેઠની ખુશીઓ હાલ સાતમા આસમાને છે. આ કપલે આ દુનિયામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. બુધવારે, આ કપલે તેમના પ્રથમ બાળકનું વેલકમ કર્યું હતું, જે બેબીબોય છે. જી હા, એક્ટ્રેસે બુધવારે એક પુત્રને જન્મ આપ્યો હતો, જેના સમાચાર સામે આવતા જ ઇશિતા અને વત્સલના ફેન્સે તેમને ઇન્ટરનેટ પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. રિપોર્ટ્‌સ અનુસાર, ઇશિતા અને તેનો પુત્ર બંને સ્વસ્થ છે અને ઇશિતા દત્તાને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ઇશિતા દત્તા અને તેના લાડલા વિશે વધુ વિગતો શેર કરતા, એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “બાળક અને માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. પરિવારની ખુશી હાલ સાતમા આસમાને છે. અત્યારે આખો પરિવાર સૌથી વધુ ખુશ છે. જણાવી દઇએ કે, પ્રેગનન્સી દરમિયાન ઈશિતા દત્તા અને વત્સલ સેઠ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા.

    સોશિયલ મીડિયા પર, એક્ટ્રેસે તેની આખી પ્રેગનેન્સી જર્ની ફેન્સ સાથે શેર કરી, ઘણી જબરદસ્ત રીલ્સ અને વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કર્યા અને ઇશિતાએ તેના બેબી શાવરની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી. ઇશિતા અને વત્સલ સોશિયલ મીડિયા પરના ફેમસ કપલ્સ માંથી એક છે. સાથે જ જણાવી દઈએ કે આ ડિલીવરી પહેલા એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વ્હાઇટ આઉટફિટમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસ તેની મિત્ર કીર્તિના ઘરે જાય છે અને તેના બાકીના મિત્રોને મળે છે. આ એક થ્રોબેક વીડિયો હતો, જેને તેણે શેર કર્યો હતો. માર્ચમાં ઈશિતાની પ્રેગનન્સીના ગુડ ન્યૂઝ ફેન્સને મળ્યા હતા. પરંતુ આ કપલે એપ્રિલમાં ઓફિશિયલી તેની જાહેરાત કરી હતી. આ તસવીરોની સાથે તેણે એક મિની નોટ શેર કરી છે, જેમાં લખ્યું છે, “બેબી ઓન બોર્ડ”. આ દરમિયાન ઇશિતાએ પોતાના પ્રેગનન્સી ફોટોશૂટની સુંદર તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.