Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»GPSC New Rules: GPSCના નવા નિયમો જાહેર, વર્ગ 1-2ની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો ખાસ વાંચે
    India

    GPSC New Rules: GPSCના નવા નિયમો જાહેર, વર્ગ 1-2ની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો ખાસ વાંચે

    SatyadayBy SatyadayMarch 4, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    GPSC New Rules

    ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માકપરિક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતીપરિક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

    જાણો શું છે નવા નિયમો

    નવા નિયમ અનુસાર,  GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાંપરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.

    GAS પરીક્ષાના નવા નિયમ!

    પ્રિલિમિનરી પરીક્ષા: ફક્ત 200 ગુણનું એક જ પેપર (MCQ-Based)

    મુખ્ય પરીક્ષા: કુલ 7 પેપર રહેશ. ભાષાના પેપર માત્ર ક્વોલિફાઈંગ (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી) ગુજરાતીમાં 300 ગુણ અને અંગ્રેજીમાં 300 ગુણ જરૂરી છે.

    મેરિટ પેપર (1250 ગુણ)

    નિબંધ – 250 ગુણ

    સામાન્ય અભ્યાસ-I – 250 ગુણ

    સામાન્ય અભ્યાસ-II – 250 ગુણ

    સામાન્ય અભ્યાસ-III – 250 ગુણ

    સામાન્ય અભ્યાસ-IV (નીતિશાસ્ત્ર સંભાવિત) – 250 ગુણ

    ઇન્ટરવ્યુ: 150 ગુણ

    અંતિમ મેરિટ: મુખ્ય પરીક્ષા (1250)+ઈન્ટરવ્યૂ (150)=1400 ગુણ

    જનરલ સ્ટડી પેપર અને નિબંધ હવે 250 ગુણ છે. સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું છે. મુખ્‍ય પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે ફાઈનલ મેરીટ નક્કી થશે.

    GPSC New Rules
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.