Gold Silver Prices Today: બજેટમાં સોના-ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે, 26 જુલાઈ (શુક્રવારે) ભારતીય વાયદા બજારમાં સોનું લીલા નિશાન પર છે જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમત 0.51 ટકા વધીને 67,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીની વાત કરીએ તો તે 0.04 ટકા ઘટીને રૂ. 81,300 પ્રતિ કિલો છે.
સોનાની કિંમત.
MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે રૂ. 528ના વધારા સાથે રૂ. 67,990 પર ખૂલ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે તે રૂ. 67,805 પર ટ્રેડ કરી રહ્યો હતો. સોનાના વાયદાની કિંમત આ મહિને રૂ. 74,471ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવ.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. કોમેક્સ પર સોનું $2,363.80 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $2,353.50 પ્રતિ ઔંસ હતો. સમાચાર લખવાના સમયે, તે $18.80 વધીને $2,372.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
કોમેક્સ પર ચાંદીનો વાયદો $27.99 પર ખૂલ્યો, જે અગાઉનો બંધ ભાવ $27.97 હતો. સમાચાર લખવાના સમયે, તે $0.04 ના વધારા સાથે $28.01 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે.
આ વર્ષે અત્યાર સુધી સોનું કેટલું મોંઘુ થયું?
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 4,453 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. વર્ષની શરૂઆતમાં તે રૂ. 63,352 પર હતો. જે હવે 67,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વર્ષની શરૂઆતમાં ચાંદીનો ભાવ 73,395 રૂપિયા પ્રતિ કિલો હતો. જે હવે 81,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે, એટલે કે આ વર્ષે ચાંદીમાં 7,905 રૂપિયાનો વધારો થયો છે.