Galaxy Watch 8 પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Galaxy Watch 8: સેમસંગની નવીનતમ Galaxy Watch 8 અને Watch 8 Classic સ્માર્ટવૉચની કિંમત ₹32,999થી શરૂ થાય છે. તેમાં હેલ્થ ટ્રેકિંગ, AMOLED ડિસ્પ્લે અને 64GB સુધીનું સ્ટોરેજ મળશે. પ્રી-બુકિંગ પર ખાસ ઓફરો ઉપલબ્ધ છે.
Galaxy Watch 8: સેમસંગે તાજેતરમાં પોતાની નવી સ્માર્ટવૉચ Galaxy Watch 8 અને Galaxy Watch 8 Classic લોન્ચ કરી છે. આ વૉચ પહેલાં અઠવાડિયે કંપનીના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Fold 7 અને Z Flip 7 સાથે રજૂ કરવામાં આવી હતી. ભારતમાં સેમસંગ Galaxy Watch 8 સિરિઝની શરૂઆતની કિંમત ₹32,999 રાખવામાં આવી છે અને તેને પ્રી-ઓર્ડર માટે સેમસંગની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Galaxy Watch 8 બે સાઈઝ ઓપ્શનમાં આવે છે, 40mm અને 44mm.
40mm બ્લૂટૂથ મોડલની કિંમત ₹32,999 છે, જ્યારે LTE વર્ઝન ₹36,999માં ઉપલબ્ધ છે. બીજી બાજુ, 44mm મોડલની કિંમત બ્લૂટૂથ માટે ₹35,999 અને LTE માટે ₹39,999 રાખવામાં આવી છે. સેમસંગ Galaxy Watch 8 Classic ફક્ત 46mm સાઈઝમાં ઉપલબ્ધ છે, જેના માટે બ્લૂટૂથ વર્ઝનની કિંમત ₹46,999 અને LTE વર્ઝન ₹50,999 છે.

સેમસંગે પ્રી-બુકિંગ કરનાર ગ્રાહકો માટે અનેક ઓફર્સ જાહેર કર્યા છે. જો તમે 24 જુલાઈ સુધી પ્રી-બુકિંગ કરો તો ₹12,000 સુધીનો કેશબેક અથવા અપગ્રેડ બોનસ મળશે. ઉપરાંત, જો તમે Galaxy S અથવા Z સીરિઝના ફોન સાથે વોચ ખરીદો તો ₹15,000 સુધીનો કોમ્બો ઓફર પણ મળશે. એટલું જ નહીં, ચોક્કસ બેંકો દ્વારા 18 મહિના સુધીનો નો-કૉસ્ટ EMI વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો બંને મોડલ્સમાં Super AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં Sapphire Crystal પ્રોટેક્શન છે. બ્રાઇટનેસ 3,000 નિટ્સ સુધી છે, જેના કારણે ધુપમાં પણ સ્ક્રીન સ્પષ્ટ જોવા મળે છે. 40mm અને Classic મોડલમાં 1.34 ઇંચ સ્ક્રીન છે, જ્યારે 44mm મોડલમાં મોટું 1.47 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
આ વોચ IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે અને MIL-STD-810H સ્ટાન્ડર્ડને પણ સપોર્ટ કરે છે. Galaxy Watch 8માં એલ્યુમિનિયમ કેસ છે, જ્યારે Classic મોડલમાં સ્ટેઈનલેસ સ્ટીલ બોડી આપવામાં આવી છે

પરફોર્મન્સ માટે આ વોચમાં Samsung Exynos W1000 પ્રોસેસર, 2GB RAM અને Galaxy Watch 8માં 32GB સ્ટોરેજ મળે છે. જ્યારે Classic વર્ઝનમાં 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. બંને વોચ One UI 8 Watch ઇન્ટરફેસ પર ચાલે છે.
હેલ્થ અને ફિટનેસ ફીચર્સની વાત કરીએ તો Galaxy Watch 8 સિરીઝ ખૂબ એડવાન્સ્ડ છે. તેમાં હાર્ટ રેટ ટ્રેકિંગ, ECG સપોર્ટ, બ્લડ પ્રેશર મોનીટરીંગ, સ્લીપ ટ્રેકિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફોલ ડિટેક્શન અને બોડી કમ્પોઝિશન એનાલિસિસ જેવા ફીચર્સ સામેલ છે. સાથે જ, તેમાં સેમસંગનો નવો AGES ઈન્ડેક્સ મોનીટરીંગ પણ આપવામાં આવ્યો છે.
બેટરીની વાત કરીએ તો 40mm વર્ઝનમાં 325mAh, 44mmમાં 435mAh અને Classic મોડલમાં 445mAh બેટરી છે. ગ્રાહકો સેમસંગ Galaxy Watch 8ને Graphite અને Silver કલર વિકલ્પમાં ખરીદી શકે છે, જ્યારે Classic વર્ઝન બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.