Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટમાં બે દિવસમાં ચાર અકસ્માત યુનિવર્સટી રોડ પર કાર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે
    Gujarat

    રાજકોટમાં બે દિવસમાં ચાર અકસ્માત યુનિવર્સટી રોડ પર કાર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટમાં નબીરાઓનો આતંક અવિરત યથાવત છે. યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને કાર ચાલક નબીરાએ અડફેટે લીધો હતો. જેથી એક્ટિવા ૨૦ ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલકની સ્પીડ ૧૦૦ થી વધુ હોય અને રેસ મારતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે. જાે કે બાદમાં સ્થાનિક લોકોએ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જાેકે આ રીતે પુરપાટ વાહનો હંકારતા નબીરાઓ પર બ્રેક લાગવી જરૂરી છે. ગઈકાલે શહેરના કેકેવી હોલ નજીક દારુ પી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. રાજકોટના KKV હોલ પાસે એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં આગળ જતી કારને ટક્કર મારી હતી. કારને ટક્કર મારનાર શખ્સ દારુના નશામાં હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. પોલીસે વાયરલ વિડિયોના આધારે અકસ્માત સર્જનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ પહેલા રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જાેવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

    ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો હતો. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ૨ લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, ૪ જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર ૧૮ વર્ષ છે, આ બાબતની કજઙ્મ દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જાેકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.