Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૩૦ શહેરોમાં ફિલ્મો ફરીથી રિલીઝ થશે દેવ આનંદની ૧૦૦મી જન્મજયંતિ પર ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવાની તૈયારીઓ
    Entertainment

    ૩૦ શહેરોમાં ફિલ્મો ફરીથી રિલીઝ થશે દેવ આનંદની ૧૦૦મી જન્મજયંતિ પર ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવાની તૈયારીઓ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેમની ફિલ્મો મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, તિરૂવનંતપુરમ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ, ગુવાહાટી, ઈન્દોર, જયપુર, નાગપુર, દિલ્હી જેવા ૩૦ શહેરોમાં ૫૫ સિનેમા હોલમાં પ્રદર્શિત કરવામાં આવશે.

    આ તહેવાર ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે – ૨૬ સપ્ટેમ્બરે તેમના જન્મદિવસના બે દિવસ પહેલા. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનઃ આ ફેસ્ટિવલ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયા અને ઁફઇ ૈંર્દ્ગંઠના સહયોગથી ઉજવવામાં આવશે. ફેસ્ટિવલની થીમ હશે, ‘આનંદજ્ર૧૦૦ – ફોરએવર યંગ’! આ સમય દરમિયાન તેની ‘હમ દોનો’, ‘તેરે ઘર કે સામને’, ‘સીઆઈડી’, ‘ગાઈડ’, ‘જ્વેલ થીફ’ અને ‘જાેની મેરા નામ’ જેવી ફિલ્મો દર્શાવવામાં આવશે.
    આયોજકોના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારી સંસ્થા કોઈ ફિલ્મ ફેસ્ટિવલ માટે આટલા મોટા પાયે બિન-લાભકારી સંસ્થા સાથે સહયોગ કરી રહી છે.

    આ ફેસ્ટિવલ માટે, નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ, દેવ આનંદની ફિલ્મોને ૪દ્ભ રિઝોલ્યુશનમાં મોટી સ્ક્રીન પર જાેવા માટે ખાસ રિસ્ટોર કરવામાં આવી છે. દેવ આનંદના પુત્ર અને ફિલ્મ નિર્માતા સુનીલ આનંદનું કહેવું છે કે તેમને એ જાણીને આનંદ થયો છે કે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન તેમના પિતાની ૧૦૦મી જન્મજયંતિના અવસર પર આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક ફિલ્મ નિર્માતા અને કાર્યકર્તા શિવેન્દ્ર સિંહ ડુંગરપુર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.