Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ જારી હમાસે બે સપ્તાહ પહેલાં બંધક બનાવેલી બે અમેરિકન મહિલાને મુક્ત કરી
    WORLD

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ જારી હમાસે બે સપ્તાહ પહેલાં બંધક બનાવેલી બે અમેરિકન મહિલાને મુક્ત કરી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. આજે આ યુદ્ધના બે અઠવાડિયા પૂરા થાય છે અને આ યુદ્ધનો ક્યારે અંત આવશે તે કંઈ નક્કી નથી. આ વચ્ચે હમાસે બે અઠવાડિયા પહેલા બંધક બનાવેલી બે અમેરિકી મહિલાઓને મુક્ત કરી દીધી છે. આ મહિલાઓ માતા-પુત્રી છે. આ બંને મહિલાઓના મુક્ત થયા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને કતરનો આભાર માન્યો હતો. આ સાથે રાષ્ટ્રપતિ જાે બાઈડેને આ મહિલાઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે, તેમે ઠીક છો ને.

    રાષ્ટ્રપતિ જાે બાઈડેને મુક્ત કરવામાં આવેલી બંને મહિલાઓ સાથે ફોન પર વાત કર્યા બાદ એક્સ કર્યું. તેમણે કહ્યું કે, મેં હમણા જ મુક્ત કરવામાં આવેલી બે મહિલા નાગરિકો સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે તમે ઠીક છો? અમેરિકન સરકાર તેષ્ઠની સાથે છે. તેમણે કહ્યું કે, હું અને જીલ કરોડો અમેરિકનો સાથે હંમેશા ઊભા છીએ.

    એક બાદ એક કરવામાં આવેલા ટ્‌વીટમાં રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે, મેં ઈઝરાયલના વડા પ્રધાન સાથે વાત કરી અને તેમને ફરીથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે. આ ઉપરાંત મેં તેમની સાથે ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા વિશે પણ વાત કરી અને યુદ્ધ તેની મર્યાદામાં લડવાની વાત પણ ફરીથી કરી હતી અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે પણ વાત કરી હતી.

    રાષ્ટ્રપતિ બાઈડેને આ દરમિયાન યુરોપિયન યુનિયનના પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ યુદ્ધે અમેરિકા અને યુરોપને નજીક લાવી દીધા છે. આવી સ્થિતિમાં અમે એક સાથે ઊભા છીએ. બંને નેતાઓ અમેરિકા અને યુરોપિયન સંઘની બીજી સમિટના અવસર પર વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોથી ટ્રમ્પને મોટો ઝટકો, સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનો કબજો; ઈરાને આપી કડક ચેતવણી

      November 4, 2026

      ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીના આરોપોથી રાજકીય ભૂકંપ! નેતન્યાહૂના દાવાથી વધ્યો વિવાદ

      October 29, 2026

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.