Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પિતાએ પણ વરસાવ્યો પ્રેમ સુમ્બુલ તૌકીર ખાને સેલિબ્રેટ કર્યો સાવકી બહેન ઈઝરાનો બર્થ ડે
    Entertainment

    પિતાએ પણ વરસાવ્યો પ્રેમ સુમ્બુલ તૌકીર ખાને સેલિબ્રેટ કર્યો સાવકી બહેન ઈઝરાનો બર્થ ડે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈમલી શોથી પોપ્યુલર થયેલી સુમ્બુલ તૌકીર ખાન કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહેતી આવી છે. ક્યારેક બિગ બોસ ૬માં ભાગ લેવા માટે, ક્યારેક કથિત બોયફ્રેન્ડ ફહમાન ખાન સાથેના સંબંધોમાં પડેલી તિરાડ માટે તો ક્યારેક પિતા તૌકીર ખાનના બીજા નિકાહ માટે. સુમ્બુલના પિતાએ ડિવોર્સના વર્ષો બાદ જૂન મહિનામાં ફરીથી નિકાહ કર્યા હતા. તેમની બીજી પત્ની પણ ડિવોર્સી છે અને તેને એક દીકરી છે. સુમ્બુલ અને સોનિયા તેમ પહેલાથી જ બે બહેનો હતી અને હવે તેઓ ત્રણ બહેનો થઈ ગઈ છે. ૧૯ વર્ષની આ એક્ટ્રેસે જેટલી સહજતાથી નવી મમ્મીને સ્વીકારી લીધી એટલી જ ઝડપથી તેનું નાની બહેન સાથે પણ બોન્ડિંગ થઈ ગયું છે. હાલમાં ઈઝરાનો બર્થ ડે હતો ત્યારે ધામધૂમથી તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ઈઝરાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો તૌકીર ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહેલી તસવીરમાં તેઓ ત્રણેય દીકરીઓ સાથે જાેવા મળ્યા. બીજી તસવીરમાં બર્થ ડે ગર્લ ઈઝરા ખુશ દેખાઈ રહી છે. તેણે ફ્લોરલ પ્રિન્ટનું ફ્રોક પહેર્યું છે અને ટેબલ પર યમ્મી કેક પડેલી છે, જેના પર હેપ્પી બર્થ ડેના તોરણની સાથે ૩નો આંકડો લગાવેલો છે. બેકગ્રાઉન્ડમાં પિંક કલરના બલૂનથી હેપ્પી બર્થ ડે લખવામાં આવ્યું છે, તો સોફા પણ ઘણા બધા સોફ્ટ ટોય્સ અને બલૂન્સ પડેલા છે.ત્રીજી તસવીર પણ કેક કટ કરી તે પહેલાની છે. જેમાં સુમ્બુલ, ઈઝરા અને સોનિયા છે. અંતિમ તસવીરમાં ઈઝરા કેક પાસે પોઝ આપી રહી છે. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ઈઝરા બેટા, મહેકતી રહે તું ગુલો કી તરહ… ઔર ચહેકતી રહે તું બુલબુલો કી તરહ’. સુમ્બુલના ફેન્સ અને તેના ફેન પેજે પણ તેની નાની બહેનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે અને ખૂબ પ્રેમ વરસાવ્યો છે.

    સુમ્બુલ તૌકીરે કોઈ પોસ્ટ શેર નથી કરી પરંતુ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નાનકડી ક્લિપ જરૂરથી શેર કરી છે. જેના પરથી તે ઈઝરાને બર્થ ડે પર ગેમ ઝોનમાં લઈ ગઈ હશે તેમ લાગે છે. ઈઝરા કેરમ રમવામાં વ્યસ્ત છે. બ્રેકગ્રાઉન્ડમાં ‘ઈત્તી સી હસી ઈત્તી સી ખુશી’ સોન્ગ વાગી રહ્યું છે, આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે લાડકી. જણાવી દઈએ કે, જૂન મહિનાના અંતમાં સુમ્બુલના પિતા તૌકીર ખાને નિલોફર સાથે નિકાહ કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યોને જ આમંત્રણ આપ્યું હતું. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે તેની બહેન અને તે ૧૦ વર્ષથી તેના પિતાને નિકાહ માટે મનાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. પિતાને મનાવવા માટે તેણે મોટા પપ્પાની મદદ લીધી હતી. તો તૌકીર ખાને કહ્યું હતું કે, બંને દીકરીઓએ મોટા પપ્પા સાથે મળીને કાવતરું રચ્યું છે. નિકાહ પહેલા તેઓ નર્વસ હતા તેમ પણ કહ્યું હતું. આ સાથે પત્ની વિશેની વધુ માહિતી સમય આવ્યે જ આપશે તેવી સ્પષ્ટતા કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.