Donald Trump plan
Donald Trump plan: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા અંગેના તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માંગે છે અને આ માટે તેઓ આર્થિક દબાણનો ઉપયોગ કરશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો કેનેડા સામે આર્થિક નીતિઓ વધુ કડક કરવામાં આવશે.
ટ્રમ્પે કેનેડાને યુએસ સૈન્ય સહાય અને વેપાર અસંતુલન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આર્થિક દબાણ અને ભારે ટેરિફ સહિત કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવા માટે શક્ય તેટલું બધું કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા હવે કેનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર વધારે ટેરિફ લાદશે.
તેમના ફ્લોરિડાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે કેનેડા યુએસ રાજ્ય હોવું જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે વધુ સારું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, અમે કેનેડાના લોકોને પ્રેમ કરીએ છીએ, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ હવે કેનેડાને આર્થિક રીતે સમર્થન આપી શકશે નહીં. અમે તેને અમારો દેશ બનાવવા માટે આર્થિક બળનો ઉપયોગ કરીશું.
ટ્રમ્પેએમ પણ કહ્યું કે અમેરિકા દર વર્ષે કેનેડા પર સેંકડો અબજો ડોલરનો ખર્ચ કરે છે, પરંતુ કેનેડા અમેરિકા સાથે ઉત્પાદનોની આપ-લે કરતું નથી. અમે કેનેડામાંથી મોટી સંખ્યામાં ઉત્પાદનો આયાત કરીએ છીએ, પરંતુ કેનેડા અમારી કાર, કૃષિ ઉત્પાદનો અથવા અન્ય કંઈપણ ખરીદતું નથી. તેથી હવે અમે તેમની પ્રોડક્ટ્સ પણ ખરીદીશું નહીં. તેમણે એમ પણ કહ્યું કે મેક્સિકો સાથે વેપાર ખાધ ઘણી વધારે છે અને હવે તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.