Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»WORLD»ચંદ્રની ભ્રમણ કક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ પણ કરાશે ચંદ્રયાન મિશન-૩ થકી ભારત લાવશે સોનું અને પ્લેટિનમ?
    WORLD

    ચંદ્રની ભ્રમણ કક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ પણ કરાશે ચંદ્રયાન મિશન-૩ થકી ભારત લાવશે સોનું અને પ્લેટિનમ?

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતના ચંદ્ર-અભિયાન અંતર્ગત ચંદ્રયાન-૩ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી શુક્રવારે બપોરે ૨ઃ૩૫ વાગ્યે લૉન્ચ કરાયું છે. આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. કારણકે ઇસરોએ ચંદ્રયાન મિશન-૩ લોન્ચ કર્યું છે. જે અંગે (વૈજ્ઞાનિક) ધનંજય રાવલના મતે, ભારતે ચંદ્રના એ છેડા પર પ્રયાણ કર્યું જ્યાં હજુ સુધી કોઈ નથી ગયું. વિશ્વમાં ચંદ્રના દક્ષિણ છેડે ઉતરવાની કોઈએ હિંમત નથી કરી. ભારતનું ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ છેડા પર ઉતરશે. આશા છે કે, ત્યાંથી ભારતને મોટી સફળતા પણ મળશે. ચંદ્રયાન-૩ ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે. આ મિશનમાં લેન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવશે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હોય.

    એ ઉપરાંત આ અવકાશયાન અગાઉના ચંદ્ર મિશનમાંથી મળેલા જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. તે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માનવ ક્ષમતાનો વધુ વિકાસ કરી શકે છે. ચંદ્રયાન-૩ ઇસરોનું ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે, ચંદ્ર સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન-૧ મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર મિશન પર ગયેલા દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો. ચંદ્રયાન-૧ મિશનમાં એક ઑર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પર ટકરાનાર નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો. તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. ૩૧૨ દિવસ પછી ઑગસ્ટ, ૨૦૦૯માં ચંદ્રયાન-૧ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ જાહેર કર્યું હતું કે, મિશનનો ૯૫ ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે. જાેકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોંટી છલાંગ હતી.

    ચંદ્રયાન-૧ મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૦ વર્ષ પછી ૨૦૧૯ની ૨૨ જુલાઈએ ચંદ્રયાન-૨ અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું. એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ ૨૦૧૯ની ૬ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેનાં અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી. વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી. આ ઉપરાંત ચંદ્ર પર જવાનો મુખ્ય હેતુ ચંદ્ર પર સોનું પ્લેટિનમ અને યુરેનિયમ જેવા ધાતુનો ખજાનો રાસાયણિક તત્વોને પણ જાણી શકાશે, વધુમાં ચંદ્રની ભ્રમણ કક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ પણ કરાશે અને કુદરતી સંસાધનોની માહિતી પણ મેળવી શકાશે, આ ઉપરાંત ચંદ્રની ઉર્જા અને વાતાવણની રચનાનો અભ્યાસ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    કાપ્યું ૬૪૩ કરોડ કિમીનું અંતર ખતરનાક વસ્તુનું સેમ્પલ લઇ આવ્યું NASA નું સ્પેસક્રાફ્ટ

    September 25, 2023

    અમેરિકામાં ફરી ગોળીબાર કાંડ એટલાન્ટામાં ધોળેદિવસે ગોળીઓ ચાલી, ૩ના મોત

    September 24, 2023

    તેનો દુરઉપયોગ થતો અટકાવાશે. H-1Bમા સુધારા તરફ આગળ વધ્યું USCIS

    September 23, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version