Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અગાઉ એક્ટર હતો તેની જાેડે રિલેશનશીપમાં અવિનાશની બહેન ફલક સાથે નિકટતા પર બોલી શફક નાઝ
    Entertainment

    અગાઉ એક્ટર હતો તેની જાેડે રિલેશનશીપમાં અવિનાશની બહેન ફલક સાથે નિકટતા પર બોલી શફક નાઝ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસના ઘરમાં પ્રેમ પાંગરવો એ નવાઈની વાત નથી. આ ઘરમાં કેટલાય કપલો બન્યા છે પરંતુ તેમના સંબંધ પર શો પૂરો થયાના થોડા મહિનાઓમાં જ પૂર્ણવિરામ મૂકાઈ જતું હોય છે. જાેકે, કેટલાક અપવાદ રૂપ સંબંધો લાંબા ટકી પણ જતા હોય છે. ‘બિગ બોસ’ની જેમ તેના ઓટીટી વર્ઝનમાં પણ હવે કન્ટેસ્ટન્ટ્‌સ વચ્ચે પ્રેમ પાંગરતો જાેવા મળી રહ્યો છે. કન્ટેસ્ટન્ટ્‌સ અવિનાશ સચદેવ અને ફલક નાઝ વચ્ચે કૂણી લાગણીઓ બંધાઈ રહી છે. અવિનાશ ખુલીને ફલક પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે. જાેકે, ફલક તો હજી પણ તેને પોતાનો સારો મિત્ર જ ગણાવી રહી છે. દર્શકો રાહ જાેઈ રહ્યા છે કે, ક્યારે ફલક અને અવિનાશ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરશે તેની રાહ જાેઈ રહ્યા છે. જાેકે, અવિનાશ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.

    ફલક નાઝ સાથે નિકટતા વધારી રહેલો અવિનાશ સચદેવ પહેલા તેની બહેન શફક સાથે રિલેશનશીપમાં હતો. “અવિનાશ અને શફક ‘તેરી મેરી લવસ્ટોરીઝ’ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. સોન્ગ્સ નામના એપિસોડમાં બંનેએ સાથે કામ કર્યું હતું અને એ વખતે પ્રેમમાં પડ્યા હતા. જાેકે, બાદમાં અવિનાશે પીછેહઠ કરી હતી. તેમનો સંબંધ છ મહિના ટક્યો હતો. શફક સાથે અવિનાશ રિલેશનશીપમાં રહી ચૂક્યો છે ત્યારે ફલક સાથેની નિકટતા થોડી અજુગતા લાગે છે. અહીં મુદ્દો એ છે કે, ફલકને શફક સાથેના સંબંધની જાણ ના હોય પરંતુ અવિનાશ તો બધું જાણે જ છેને. જાે બંને પ્રેમમાં પડે તો નાઝ પરિવાર કેવી પ્રતિક્રિયા આપે છે તે જાેવું રહેશે.”

    પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શફકે અવિનાશ અને ફલકના સંબંધ વિશે વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે, ફલકના સપનાના રાજકુમાર જેવો અવિનાશ છે? જવાબમાં ચોખ્ખી ના પાડતાં શફકે આગળ કહ્યું, “મને નથી લાગતું કે તે એવો છોકરો છે જેવો ફલકને જાેઈએ છે. તે સારો મિત્ર ચોક્કસથી છે અને બંને વચ્ચે સારું બોન્ડ છે. ફલક તેની સાથે હોય છે ત્યારે વધુ રિલેક્સ હોય છે. તેને શાંતિ મળે છે અને અવિનાશની સામે જેવી છે તેવી રહી શકે છે, જે બિગ બોસના ઘરમાં ટકી રહેવા જરૂરી છે. હું જ્યાં સુધી મારી બહેનને ઓળખું છું ત્યાં સુધી તે આ સંબંધમાં આગળ નહીં વધે. જાેકે, છેલ્લે તો તેની જિંદગી છે એટલે તે જ નક્કી કરશે.”

    અવિનાશની વાત કરીએ તો, તેણે પહેલા એક્ટ્રેસ શાલ્મલી દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. શાલ્મલી સાથે તેની મુલાકાત સીરિયલ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’ની બીજી સીઝનના સેટ પર થઈ હતી. તેમણે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા અને બે વર્ષ બાદ ડિવોર્સ લીધા હતા. શાલ્મલી સાથે ડિવોર્સ બાદ તે પલક પુર્સવાનીના પ્રેમમાં પડ્યો હતો અને સગાઈ કરી હતી. જાેકે, થોડા મહિનાઓ પહેલા જ તેમની સગાઈ તૂટી છે. આ બંને પહેલા અવિનાશ એક્ટ્રેસ રૂબિના દિલૈક સાથે રિલેશનશીપમાં હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.