Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ડોનાલ્ડ ટ્રમ્પે સઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાન વચ્ચેના ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’નું સમર્થન કર્યું
    WORLD

    ડોનાલ્ડ ટ્રમ્પે સઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાન વચ્ચેના ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’નું સમર્થન કર્યું

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 17, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સઉદી, તુર્કીયે અને પાકિસ્તાન વચ્ચે મક્કા રક્ષા કરાર: ટ્રમ્પે ગણાવ્યું શાહસિક પગલું, ભારતની તીક્ષ્ણ નજર

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલા ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ (Mecca Joint Defense Agreement) નું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ટ્રમ્પે આ ઐતિહાસિક કરારને મધ્ય પૂર્વ (Middle East) અને ઈસ્લામિક દેશોમાં સુરક્ષાની દ્રષ્ટિએ એક “મોટું, સાહસિક અને અત્યંત જરૂરી પ્રથમ પગલું” ગણાવ્યું છે.

    7 ઓગસ્ટના રોજ હસ્તાક્ષર કરાયેલા આ કરારે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં આ ત્રણ પ્રભાવશાળી મુસ્લિમ દેશોને ખૂબ નજીક લાવી દીધા છે. આ કરારની સરખામણી વૈશ્વિક સ્તરે નાટો (NATO) ની સામૂહિક સુરક્ષા નીતિ સાથે કરવામાં આવી રહી છે, જેના કારણે આ ગઠબંધનને આંતરરાષ્ટ્રીય મીડિયામાં “ઈસ્લામિક નાટો” (Islamic NATO) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

    ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટ્રુથ સોશિયલ’ પર પ્રતિક્રિયા

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ કરીને આ કરારના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે આ કરાર દર્શાવે છે કે મધ્ય પૂર્વના દેશો હવે એકજૂટ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પોતાની સુરક્ષા જાતે જ વધુ સક્ષમ અને યોગ્ય રીતે કરી શકશે.

    ટ્રમ્પે ઉમેર્યું: “એ જોઈને ખૂબ આનંદ થાય છે કે સઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને તાજેતરમાં અંતઃ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ ત્રણેય દેશોના મહાન નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રદેશમાં શાંતિ અને આત્મનિર્ભર સુરક્ષા માટેનું આ એક મોટું અને હિંમતભર્યું પગલું છે.”

    ઉલ્લેખનીય છે કે, જેદ્દાહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તય્યિપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ મહત્વકાંક્ષી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

    શું છે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર? (Mecca Joint Defense Agreement)

    આ કરારની સૌથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ શરત એ છે કે જો આ ત્રણમાંથી કોઈ પણ એક દેશ પર બહારથી સૈન્ય હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.

    નાટોના ‘સામૂહિક રક્ષા સિદ્ધાંત’ (Collective Defense Principle) ને મળતી આવતી આ શરતના કારણે જ આ કરારની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય દેશો વચ્ચે નીચે મુજબના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે:

    • સૈન્ય તાલીમ અને સંયુક્ત યુદ્ધાભ્યાસ: ત્રણેય દેશોની સેનાઓ એકસાથે સૈન્ય અભ્યાસ કરશે.

    • વ્યૂહાત્મક કોઓર્ડિનેશન: સંરક્ષણ નીતિઓમાં પરસ્પર તાલમેલ સાધવો.

    • ઈન્ટેલિજન્સ શેરિંગ: ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન વધારે મજબૂત બનાવવું.

    આ કરાર સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટરની કલમ 51 પર આધારિત હોવાનું કહેવાય છે, જે દેશોને વ્યક્તિગત અને સામૂહિક આત્મરક્ષણનો અધિકાર આપે છે. જોકે, આ કરારનો સંપૂર્ણ વિગતવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી સૈન્ય મદદની વાસ્તવિક સીમાઓ, પરમાણુ શસ્ત્રો સંબંધિત જોગવાઈઓ કે ચોક્કસ પરિસ્થિતિઓ અંગેની સંપૂર્ણ માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી.

    ભારત સરકારની પ્રતિક્રિયા અને સતર્કતા

    આ ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધનને લઈને ભારત સરકાર સંપૂર્ણપણે સતર્ક અને ગંભીર છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નવી દિલ્હી આ કરારની ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પર પડનારી સંભવિત અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે 11 ઓગસ્ટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા બંને દ્રષ્ટિએ આ કરારના પ્રભાવો પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ. ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભમાં તમામ જરૂરી અને યોગ્ય પગલાં ભરશે.”

    #DonaldTrump #IslamicNATO #MeccaDefenseAgreement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      એર ઈન્ડિયા એક્સપ્રેસની ‘ફ્રીડમ સેલ’: હવાઈ પ્રવાસ પર મેળવો ૩૦% સુધીનું મોટું ડિસ્કાઉન્ટ

      August 14, 2026

      યુએસ-ઈરાન યુદ્ધ: એરક્રાફ્ટ કેરિયર ‘અબ્રાહમ લિંકન’ની લાંબી તૈનાતી પર વિવાદ, ડેમોક્રેટ્સના ટ્રમ્પ પર આકરા પ્રહારો

      August 14, 2026

      Trump New Tariff – ટ્રમ્પ સરકારે ચીની ડ્રોન પર લાદ્યો ૧૦૦% ટેરિફ, ભારત માટે નવી તકો

      August 14, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.