Dollar vs Rupee: આજે એટલે કે સોમવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો ચાર પૈસા વધીને 82.87 પ્રતિ ડોલર પર પહોંચ્યો હતો. વિદેશી ભંડોળના પ્રવાહ અને અન્ય હરીફ કરન્સી સામે ડોલરમાં નબળાઈ વચ્ચે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે.
ફોરેક્સ ટ્રેડર્સના મતે શેરબજારમાં તેજીના સેન્ટિમેન્ટે પણ રૂપિયાને ટેકો આપ્યો હતો. જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે રૂપિયાનો ફાયદો મર્યાદિત હતો.
આંતર-બેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો 82.86 પર ખૂલ્યો હતો અને શરૂઆતના વેપારમાં ડોલર સામે ચાર પૈસા વધીને 82.87 થયો હતો. આ અગાઉના બંધ ભાવ કરતાં ચાર પૈસાનો વધારો છે. જ્યારે શુક્રવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 82.91 ના સ્તર પર બંધ થયો હતો.
વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈને માપતો ડૉલર ઇન્ડેક્સ 0.01 ટકા ઘટીને 103.79 થયો હતો.
ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.10 ટકા વધીને બેરલ દીઠ $83.63 થયું છે. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા ખરીદદાર હતા અને તેમણે રૂ. 128.94 કરોડના શેર ખરીદ્યા હતા.