આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ કે, બિલ્ડિંગ તરીકે અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોનનું નામ સાંભળ્યું હશે અને આ બિલ્ડિંગમાં સૌથી વધારે કર્મચારીઓ કામ પણ કરતા હતા. પરંતુ સુરતમાં ૪ વર્ષના સમયગાળા દરમિયાન બનેલા સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે અને તે વિશ્વની સૌથી મોટી ઇમારત બની છે. આ ઈમારતનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનામાં કરી શકે છે. સુરતએ વિશ્વમાં રત્ન રાજધાની તરીકે જાણીતું છે જ્યાં વિશ્વના ૯૦ ટકા હીરા કટિંગનું કામ કરવામાં આવે છે.
એવુ પણ વિગતો સામે આવી છે કે,આ બિલ્ડિંગમાં ૬૫,૦૦૦થી વધુ હિરા પ્રોફેશનલ્સ કામ કરી શકશે. આમાં ર્પોલિશ, કિટર્સ તેમજ અન્ય વેપારીઓ સામેલ થઈ શકશે. આને વન સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંહગનું નામ સુરત ડાયમંડ બોર્સ આપવામાં આવ્યું છે. એક અહેવાલો અનુસાર ૧૫ માળની ઇમારત ૩૫ એકર જમીનમાં બનાવવામાં આવી છે. તેમાં નવ અન્ય બિલ્ડિંગ્સ છે. આ વિશાળ કોમ્પ્લેક્સ બનાવનાર કંપનીના જણાવ્યા અનુસાર આમાં ૭.૧ મિલિયન ચોરસ ફૂટ ફ્લોર સ્પેસ છે.
વિશ્વના ૯૦ ટકા હીરા સુરતમાં કટીંગ કરવામાં આવે છે. આ બિલ્ડિંગમાં ૧૩૧ લિફ્ટ તેમજ અન્ય કેટલીક સુવિધાઓ પણ છે. આ પ્રોજેક્ટમાં મુંબઈથી આવતા હજારો કર્મચારીઓને લાભ થશે. જીડ્ઢમ્ એટલે કે સુરત ડાયમંડ એક્સચેન્જ એ બિન-લાભકારી છે. જે કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૮ હેઠળ નોંધાયેલ કંપની છે. આ ઇમારત સુરત અને ગુજરાતમાં ડાયમંડ બોર્સની સ્થાપના અને પ્રચાર માટે બનાવવામાં આવી છે.
આ ઓફિસ કોમ્પ્લેક્ષમાં મનોરંજન અને પાર્કિંગ વિસ્તાર છે. જે ૨૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ નવું બિલ્ડીંગ કોમ્પ્લેક્સમાં હજારો લોકોને બિઝનેસ કરવાની ઉત્તમ તકો પૂરી પાડશે. આ બિલ્ડીંગના નિર્માણ પહેલા પણ કેટલાક હીરા કંપનીઓએ પોતપોતાની ઓફિસો ખરીદી લીધી હતી. આ ઈમારતને બનાવવામાં ૪ વર્ષનો સમય લાગ્યો હતા. તે નવી દિલ્હી સ્થિત ભારતીય આર્કિટેક્ચર ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. સીએનએન અનુસાર આ પ્રોજેક્ટ્સ લગભગ ૩૨ અબજ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.