Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»દીપિકાએ દીકરા સાથે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી દીકરા સાથેની ક્યૂટ તસવીર પર આવ્યું દીપિકા કક્કરના ફેન્સનું દિલ
    Entertainment

    દીપિકાએ દીકરા સાથે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી દીકરા સાથેની ક્યૂટ તસવીર પર આવ્યું દીપિકા કક્કરના ફેન્સનું દિલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 17, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દીપિકા કક્કર શોએબ ઈબ્રાહિમ સાથેના લગ્નજીવનના પાંચ વર્ષ બાદ પહેલીવાર મા બની છે. તે પોતાના દીકરા રુહાનના પહેલા દરેક પ્રસંગ અને ફેસ્ટિવલને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે, રુહાન બે મહિનાનો થવા આવ્યો છે અને તેનો જન્મ ૨૧ જૂનના રોજ થયો હતો. ૧૫મી ઓગસ્ટે મંગળવારે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક્ટ્રેસે પણ ઉજવણી કરી હતી. સૌથી ખાસ વાત તો એ હતી કે, નાનકડા રુહાને પણ પોતાના નાનકડા હાથથી તિરંગો લહેરાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ ઓછી એક્ટિવ રહેતી દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની તસવીર શેર કરી હતી અને બધાને શુભેચ્ઠા પાઠવી હતી.

    દીપિકા કક્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી હતી. જેમાં તે વ્હાઈટ કલરના પેપ્લમ ટોપ અને પ્લાઝોમાં જાેવા મળી, આ સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ નાખ્યો હતો. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, લાઈટ મેકઅપ કર્યો હતો અને કાનમાં સિલ્વર ઝુમકા પહેર્યા હતા. દીકરો રુહાન તેના ખોળામાં જાેવા મળ્યો, તેણે પેરટ ગ્રીન કલરની ટીશર્ટ અને ડેનિમ શોર્ટ પહેરી હતી. દીપિકાએ રુહાનનો હાથ પકડીને તિરંગો લહેરાવતો દેખાયો. આ સાથે તેણે ‘હેપ્પી ઈન્ડિપેન્ડેન્સ ડે’ લખ્યું હતું અને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. નણંદ સબા ઈબ્રાહિમે પણ પ્રેમ વરસાવતા રેડ હાર્ટ ઈમોજી મૂક્યું હતું, તો દીપિકાના ‘સસુરાલ સિમર કા’ના કો-એક્ટર જયકિ ભાટિયાએ કોમેન્ટ કરી હતી ‘કેટલું પ્રેમાળ’. આ સિવાય ફેન્સને પણ આ તસવીર પસંદ આવી હતી અને રુહાનને ક્યૂટ ગણાવ્યો હતો.

    દીપિકા કક્કર દરેક તહેવાર મનાવે છે અને સ્વાતંત્ર્ય દિવસ માટે તેણે એક પરંપરા શરૂ કરી છે. જે પ્રમાણે તે જ્યાં રહે છે તે બિલ્ડિંગમાં કામ કરતાં દરેક સિક્યુરિટી ગાર્ડને તે પિઝ્‌ઝા, સ્વીટ અને કોલ્ડ ડ્રિંક આપે છે. આમ તો દર વર્ષે તે પોતાના હાથથી જ બધું બનાવે છે. પરંતુ આ વખતે રુહાન હજી ઘણો નાનો છે અને તેનો બધો સમય તેની પાછળ જ જતો રહે છે. ત્યારે તેણે બધું ઓનલાઈન ઓર્ડર કર્યું હતું અને સિક્યુરિટી ગાર્ડને પોતાના સ્ટાફના હાથે આપી મોં મીઠું કરાવ્યું હતું. તેની ઝલક દેખાડતી પોસ્ટ દીપિકાએ નથી શેર કરી પરંતુ શોએબ ઈબ્રાહિમનો જે લેટેસ્ટ વ્લોગ સામે આવ્યો છે તેમાં જાેવા મળી.

    આપણે ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે કિન્નરો આશીર્વાદ આપવા માટે આવતા હોય છે ત્યારે હાલમાં જ દીપિકા કક્કરના ઘરે પણ કિન્નરો આવ્યા હતા અને રુહાન તેમજ તેને આશીર્વાદ આપ્યા હતા. તેઓ ઢાલના તાલે નાચ્યા હતા અને નજર ઉતારી હતી. તેમણે બક્ષિસ પેટે સવા લાખ રૂપિયા લીધા હતા તેમજ દીપિકાના સાસુએ પણ સોનાની કંઈક વસ્તુ તેમને ભેટમાં આપી હતી. એક્ટ્રેસે આ માટે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો હતો. જણાવી દઈએ કે, દીપિકા અને શોએબે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જાન્યુઆરીમાં તેમણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને જૂનમાં પેરેન્ટ્‌સ બન્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.