Rahul Gandhi: પરીક્ષામાં વિલંબથી NTA ફરી વિવાદમાં: શિક્ષણ વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
દેશના અનેક પરીક્ષા કેન્દ્રો પર CUET-UG (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ) 2026 દરમિયાન થયેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ સમસ્યાને ‘ટેકનિકલ ગરબડ’ ગણાવી હતી, જેના કારણે પરીક્ષા નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ હતી. આ ઘટના બાદ રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે.
વિપક્ષનો આકરો પ્રહાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, “NEET, CBSE, SSC અને આજે CUET. ચાર પરીક્ષાઓ, એક કરોડ વિદ્યાર્થીઓ, પરંતુ એક પણ પરીક્ષા યોગ્ય રીતે પૂર્ણ થઈ નથી.” તેમણે ‘X’ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું, “દાવો વિશ્વગુરુ બનવાનો છે, પણ દેશમાં એક પરીક્ષા સરખી રીતે કરાવી શકતા નથી. મોદીજીએ આખી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરી દીધી છે. જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કરી રહ્યા છો, તે જ પેઢી હવે તમારો હિસાબ કરશે.”
NEET। CBSE। SSC। और आज CUET।
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे “विश्वगुरु” के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते – मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं – वही पीढ़ी आपका हिसाब करेगी।
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2026
NTA અને શિક્ષણ મંત્રાલયની સ્થિતિ CUET-UG 2026 ની પરીક્ષા દરમિયાન સર્જાયેલી ટેકનિકલ સમસ્યાઓથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. NTA ના સત્તાવાર નિવેદન મુજબ, ટેકનિકલ ખામીને દૂર કરી દેવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે, “કોઈપણ વિદ્યાર્થીનું નુકસાન ન થાય તે માટે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે.” NTA એ વિદ્યાર્થીઓ અને વાલીઓને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.
સહાયતા માટે વ્યવસ્થા કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે NTA એ હેલ્પલાઇન નંબર 91-11-40759000 અને ઈમેઈલ આઈડી [email protected] જાહેર કરી છે. વિદ્યાર્થીઓને કોઈપણ માહિતી માટે આ માધ્યમોનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
પરીક્ષાનું સંચાલન અને પડકારો CUET-UG એ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિષયોના વૈવિધ્યપૂર્ણ સંયોજનને કારણે આ પરીક્ષા ઘણા દિવસો અને અનેક શિફ્ટમાં લેવામાં આવે છે. આ વર્ષે, આ પરીક્ષા 11 મે થી શરૂ થઈ છે અને 31 મે સુધી ચાલવાની છે. વારંવાર થતા વિવાદોને કારણે હવે દેશમાં પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય સામે હવે આખી સિસ્ટમને સુધારવાનો મોટો પડકાર છે.
