Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»નોટબંધીના ૭ વર્ષ પૂરા થવા પર કોંગ્રેસના નેતાના પ્રહાર નોટબંધી એક સમજી વિચારેલું ઘડવામાં આવેલું કાવતરું હતું : રાહુલ ગાંધી
    Politics

    નોટબંધીના ૭ વર્ષ પૂરા થવા પર કોંગ્રેસના નેતાના પ્રહાર નોટબંધી એક સમજી વિચારેલું ઘડવામાં આવેલું કાવતરું હતું : રાહુલ ગાંધી

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું. તેના માધ્યમથી રોજગારી છીનવી લેવામાં આવી અને અસંગઠિત અર્થતંત્રની કમર ભાંગી નાખી. તેમણે નોટબંધીને એક હથિયાર ગણાવ્યો હતો જેની મદદથી પરમ મિત્રની ઝોલી ભરી તેમને ૬૦૯મા ક્રમેથી દુનિયાના બીજા ક્રમના ધનિક વ્યક્તિ બનાવી દેવાયા.

    ઉલ્લેખનીય છે કે નોટબંધીને આજે સાત વર્ષ પૂરાં થઈ ગયા છે. સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ૨૦૧૬માં ૮ નવેમ્બરે આ જાહેરાત કરતાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ચલણ બહાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નોટધારકોને આ નોટો બેન્કમાં પાછી જમા કરાવીને બદલાવી લેવાની મુદ્દત અપાઈ હતી.

    રાહુલે આ મામલે ટિ્‌વટ કરતાં લખ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું, શ્રમિકોની આવક બંધ કરાઈ, નાના વેપારીઓને ખતમ કરાયા, ખેડૂતોને નુકસાન પહોંચાડવા અને અસંગઠિત અર્થતંત્રને તોડી પડાયું. ૯૯% સામાન્ય ભારતીયો પર હુમલો, ૧% ધનિક મોદી મિત્રોને ફાયદો. આ એક હથિયાર હતું. તમારા ખિસ્સા કાપવાનું – પરમમિત્રની ઝોલી ભરીને તેને ૬૦૯ નંબરથી દુનિયાના બીજા ક્રમના ધનિક બનાવવાનું કાવતરું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.