Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મપ્રમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ ભાજપ પર ભારે બુદનીમાં ભાજપના ૧૫૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જાેડાશે
    India

    મપ્રમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ ભાજપ પર ભારે બુદનીમાં ભાજપના ૧૫૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જાેડાશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે.

    મધ્યપ્રદેશમાં પક્ષપલટાની રાજનીતિમાં આજે કોંગ્રેસ માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડવા જઈ રહી છે. પક્ષપલટાના સિલસિલામાં આજે બીજેપીથી અસંતુષ્ટ નેતા અને કાર્યકર્તા પ્રેદશ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે. પીસીસી ચીફ કમલનાથ મહાકૌશલ, નર્મદાપુરમ અને માલવા વિસ્તારના અસંતુષ્ટ ભાજપના સભ્યોને પીસીસી કાર્યાલયમાં કોંગ્રેસની સદસ્યતા અપાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની બુદની વિધાનસભામાંથી કોંગ્રેસની સદસ્યતા લઈ રહેલા ભાજપના કાર્યકરો-નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે જેનાથી દુઃખી થઈને તેઓ કોંગ્રેસમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે. બુદનીના ભાજપના નેતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ૧૫૦૦ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જાેડાવા જઈ રહ્યા છે.

    ભાજપે એક મહિના પહેલા જ પોતાના ૩૯ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આ નામોની જાહેરાત બાદથી ભારતીય જનતા પાર્ટીમાં હોબાળો મચી ગયો છે. અત્યાર સુધીમાં અનેક નેતાઓ તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. સદસ્યતા ગ્રહણ કરનારાઓમાં સૌથી વધુ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે બીજેપીમાં આવેલા નેતાઓ સામેલ છે, જેઓ ઘર વાપસી કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર: ‘નકલી સંસદમાં જ PM બની શકશો’, SIR મુદ્દે કોંગ્રેસને આપ્યો ખુલ્લો પડકાર

      November 2, 2026

      રાહુલ ગાંધીનો PM મોદીને સીધો પડકાર: ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા’, ખુલ્લી ચર્ચા માટે આપી ચેલેન્જ

      November 2, 2026

      બેંક ઓફ બરોડામાં IT ક્ષેત્રના નિષ્ણાતો માટે ભરતી, ₹28 ઓક્ટોબરથી અરજી શરૂ; જાણો લાયકાત અને છેલ્લી તારીખ

      November 2, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.