Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Hormuz ની ખાડીમાં યુદ્ધના વાદળો: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનનો વેપાર ઠપ થવાના આરે
    Business

    Hormuz ની ખાડીમાં યુદ્ધના વાદળો: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનનો વેપાર ઠપ થવાના આરે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 14, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Iran blockade by sea : પેટ્રોકેમિકલ્સ અને તેલ નિકાસ અટકી પડતા ઈરાન મુશ્કેલીમાં

    અમેરિકાએ ઈરાનના બંદરોની કડક નાકેબંધી શરૂ કરી દીધી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની જહાજ અમેરિકી જહાજોની નજીક આવશે, તો તેને તાત્કાલિક નષ્ટ કરી દેવામાં આવશે. આ નાકેબંધી અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટ, આરબની ખાડી અને ઓમાનની ખાડીમાં ઈરાન તરફ જતા તમામ જહાજો પર રોક લગાવવામાં આવી છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે બિન-ઈરાની બંદરો તરફ જતા જહાજોને અટકાવવામાં આવશે નહીં. આ વ્યૂહાત્મક પગલાથી ઈરાનને દરરોજ અંદાજે 435 મિલિયન ડોલર એટલે કે આશરે 40 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

    ફોરેન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ FDD ના નિષ્ણાત મિયાદ માલેકીના જણાવ્યા અનુસાર, આ નાકેબંધીની અસર ઈરાન પર તાત્કાલિક અને અત્યંત ગંભીર હશે. ઈરાન તેની તેલ નિકાસ દ્વારા દરરોજ 276 મિલિયન ડોલર કમાય છે અને આશરે 159 મિલિયન ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે. અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે આ બંને પ્રક્રિયાઓ અટકી જશે, જેનાથી દર મહિને ઈરાનને આશરે 13 અબજ ડોલરનો ફટકો પડી શકે છે. ઈરાનનો 90 ટકાથી વધુ વેપાર પર્શિયન ખાડી પર નિર્ભર છે અને દેશની જીડીપીનો ચોથો ભાગ તેલ અને ગેસની આવકમાંથી આવે છે. ખારગ આઈલેન્ડ, જે ઈરાનની 92 ટકા તેલ નિકાસ સંભાળે છે, તે પણ આ નાકેબંધી હેઠળ આવતા વિસ્તારમાં છે.

    આર્થિક સંકટ માત્ર તેલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પેટ્રોકેમિકલ્સ અને બિન-તેલ નિકાસ પર પણ તેની વિપરીત અસર પડશે. અસલુયેહ અને ઈમામ ખુમેની જેવા મોટા બંદરો બંધ થવાથી દરરોજ લાખો ડોલરનો નિકાસ વેપાર અટકી જશે. નિષ્ણાતો માને છે કે ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટની બહાર ચાબહાર જેવા વૈકલ્પિક બંદરો છે, પરંતુ તેમની ક્ષમતા ઘણી ઓછી હોવાથી તે મોટા વેપારને સંભાળી શકશે નહીં. આ ઉપરાંત, જો ઈરાનને તેલના કુવાઓ લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડશે, તો જૂના તેલ ક્ષેત્રોને કાયમી નુકસાન થઈ શકે છે, જે ભવિષ્યમાં ઈરાનની ઉત્પાદન ક્ષમતાને કાયમ માટે ઘટાડી દેશે.

    Iran Iran-Israel War:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Holiday in Stock Market Today: આંબેડકર જયંતી નિમિત્તે BSE-NSE માં કામકાજ બંધ રહેશે

      April 14, 2026

      LPG સિલિન્ડરના આજના ભાવ: જાણો તમારા શહેરમાં રાંધણ ગેસના લેટેસ્ટ રેટ

      April 14, 2026

      Petrol-Diesel Price Today: જાણો તમારા શહેરમાં ઇંધણના લેટેસ્ટ રેટ

      April 14, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.