CLOSING BELL: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. BSE સેન્સેક્સ 904.95 પોઈન્ટના ઉછાળા સાથે 74,635.11 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ લાંબા સમય બાદ 22,600ને પાર કરી ગયો છે. નિફ્ટી 215.10 પોઈન્ટના વધારા સાથે 22,635.05 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ICICI બેન્કનો શેર 4.49% વધીને રૂ. 1156.90 પર પહોંચ્યો. આ સાથે ICICI બેંકનું માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. હવે ICICI બેંક દેશની ટોચની 5 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
IREDA ના શેર 8% થી વધુ વધ્યા.
ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) ના નવરત્નનો દરજ્જો મેળવ્યા પછી, તેના શેરમાં આજે 8% થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. તેનો શેર રૂ. 13.70 (8.03%) વધીને રૂ. 184.35 પર ટ્રેડ થઈ રહ્યો છે.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલા ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 26 એપ્રિલ શુક્રવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 609 પોઈન્ટના ઘટાડા સાથે 73,730 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 22,419 ના સ્તર પર બંધ થયો હતો.