Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»ChatGPT માનવ બુદ્ધિ માટે જોખમ? નવી સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા
    Technology

    ChatGPT માનવ બુદ્ધિ માટે જોખમ? નવી સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 20, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ChatGPT માણસોને ‘મૂર્ખ’ બનાવી શકે છે?

    ChatGPT: તાજેતરના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે AI મગજ પર કેવી અસર કરી રહ્યું છે. ચેટજીપીટી જેવા AI ટૂલ્સ વિદ્યાર્થીઓની વિચારવાની ક્ષમતાને ઘટાડી રહ્યા છે. ચેટજીપીટી જેવા ટૂલ્સ ખાસ કરીને વિદ્યાર્થીઓની વિચારવાની ક્ષમતાને કેવી અસર કરી રહ્યા છે? ચાલો જાણીએ.

    ChatGPT : આધુનિકતાના આ યુગમાં ટેકનોલોજીએ નિઃશંકપણે કામ સરળ બનાવ્યું છે અને AI ના આગમન પછી, હવે કલાકોના મુશ્કેલ કામ પણ થોડીક સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. ચેટજીપીટી જેવા AI ટૂલ્સ પર લોકોની નિર્ભરતા વધી રહી છે પરંતુ શું તમે જાણો છો કે આ AI ટૂલ્સ તમને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે?

    તાજેતરના એક અભ્યાસમાં ચેટજીપીટી વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ AI ટૂલ વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવી રહ્યું છે અથવા તમે એમ પણ કહી શકો છો કે AI ના આગમન પછી, બાળકોએ તેમના મગજનો ઓછો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

    ChatGPT

    MIT ના મિડિયા લેબ દ્વારા કરવામાં આવેલ નવા અભ્યાસમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં, ચેટજીપીટી જેવા જનરેટિવ AI ટૂલ્સના ઉપયોગનો માનસિક પ્રભાવ તપાસાયો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શૈક્ષણિક કાર્ય અને શીખવા માટે આ ટૂલ્સના ઉપયોગથી સમયની સાથે લોકોની વિચારશક્તિ ધીમી પડતી જાય છે.

    વિદ્યાર્થીઓ પર થયેલા અભ્યાસમાં ખુલાસો

    આ અભ્યાસ દરમિયાન સંશોધકોએ બોસ્ટન વિસ્તારમાં 18 થી 39 વર્ષના 54 વિદ્યાર્થીઓને ત્રણ જૂથોમાં વહેંચ્યા અને દરેક જૂથના વિદ્યાર્થીઓને એઆઈ ટૂલની મદદથી નિબંધ લખવાનું કહ્યું. આ પ્રક્રિયા દરમ્યાન સંશોધકોએ ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી (EEG) દ્વારા વિદ્યાર્થીઓના મગજની પ્રવૃત્તિ પર નજર રાખી.

    ChatGPT

    પરિણામ ચિંતાજનક રહ્યા કારણ કે જેમ વિદ્યાર્થીઓ ChatGPT નો ઉપયોગ કરી રહ્યા હતા તેઓમાં મગજની પ્રવૃત્તિ નીચા સ્તર પર જોવા મળી. આથી આ સ્ટડીમાં એક વાત સ્પષ્ટ થઈ કે ChatGPT અને અન્ય AI ટૂલ્સ ખાસ કરીને બાળકોના મગજ પર ગહિરો પ્રભાવ પાડે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે જેમ વિદ્યાર્થીઓએ પોતાના મગજનો ઓછો ઉપયોગ કરીને નિબંધ લખવા માટે ChatGPT નો સહારો લીધો, તેઓએ નિબંધ પોતે લખ્યો ન હોવાથી તેમને યાદ કરવામાં મુશ્કેલી થઈ.

    જ્યારે એ વિદ્યાર્થીઓ જેમણે કોઈ પણ ડિજિટલ ટૂલ વિના કામ કર્યું, તેમના મગજમાં સૌથી વધુ પ્રવૃત્તિ જોવા મળી. આવા વિદ્યાર્થીઓના કામમાં ક્રિયેટિવિટી અને સ્મરણશક્તિનું ઉત્તમ સંકલન જોવા મળ્યું, કારણ કે તેમણે પોતાના મગજનો ઉપયોગ કરીને સર્જનાત્મક નિબંધ લખ્યો હોવાથી તેમને નિબંધ યાદ કરવામાં મુશ્કેલી ન થઈ.

    ChatGPT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      WhatsApp અને Telegramના નિયમોમાં મોટો ફેરફાર: SIM Binding શું છે અને 1 જાન્યુઆરી 2027થી શું બદલાઈ શકે?

      October 22, 2026

      HTTPS હોવા છતાં વેબસાઇટ સુરક્ષિત ન હોય? eMudhraના 8 ડિજિટલ સર્ટિફિકેટમાં ખામી

      October 22, 2026

      BSNLના સસ્તા રિચાર્જ પ્લાન: ₹349માં 300GB ડેટા, સાથે ₹1 લાખનું ઇન્શ્યોરન્સ કવર!

      October 21, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.