Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»EMI નો ક્રેઝ કે લોનનું ચક્રવ્યૂહ? ન્યૂ-ટુ-ક્રેડિટ ગ્રાહકોમાં NBFCs ની ભાગીદારી વધીને 50% થઈ
    Business

    EMI નો ક્રેઝ કે લોનનું ચક્રવ્યૂહ? ન્યૂ-ટુ-ક્રેડિટ ગ્રાહકોમાં NBFCs ની ભાગીદારી વધીને 50% થઈ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarOctober 3, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બદલાતો ટ્રેન્ડ: હવે ક્રેડિટ કાર્ડ કે ખેતી નહીં, સ્માર્ટફોન અને ફ્રિજના EMI થી થઈ રહી છે ક્રેડિટ હિસ્ટ્રીની શરૂઆત

    ભારતમાં ધિરાણ (લોન) લેવાની પદ્ધતિ અને લોકોની આદતોમાં છેલ્લા એક દાયકામાં મોટો બદલાવ આવ્યો છે. 10 વર્ષ પહેલાં પ્રથમ વખત લોન લેનારા એટલે કે ‘ન્યૂ-ટુ-ક્રેડિટ’ (NTC) ગ્રાહકો માટે ખેતીવાડી કે ટુ-વ્હીલર લોન ધિરાણ મેળવવાનો મુખ્ય સ્ત્રોત હતા. પરંતુ આજે ચિત્ર બદલાયું છે. હવે લોકો સ્માર્ટફોન, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી વપરાશી વસ્તુઓ (Consumer Durables) માટે ઈએમઆઈ (EMI) પર લોન લઈને ફોર્મલ ક્રેડિટ સિસ્ટમમાં પ્રવેશ કરી રહ્યા છે.

    NBFCs ની વધી રહેલી મજબૂત પકડ

    ટ્રાન્સયુનિયન સબિલ અને ફાયનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC) ના સંયુક્ત અભ્યાસ અનુસાર, જૂન 2026 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત લોન લેનારા ગ્રાહકોમાં એનબીએફસી (NBFCs) ની ભાગીદારી વધીને 50% સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2016 ના સમાન ગાળામાં આ હિસ્સેદારી માત્ર 24% હતી. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં સામાન્ય લોકોને બેંકિંગ અને ક્રેડિટ માળખા સાથે જોડવામાં એનબીએફસીએ બમણાથી વધુ યોગદાન આપ્યું છે.

    ફ્રિજ અને સ્માર્ટફોન બન્યા ક્રેડિટ એન્ટ્રીનું માધ્યમ

    જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન NTC લોનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનનો હિસ્સો 30% નોંધાયો છે. આ યાદીમાં અન્ય લોનની સ્થિતિ નીચે મુજબ છે:

    • કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન: 30%

    • પર્સનલ લોન: 12%

    • ગોલ્ડ લોન: 11%

    • ટુ-વ્હીલર લોન: 10%

    • અન્ય પ્રોડક્ટ્સ: 37%

    દસ વર્ષ પહેલાં, એટલે કે 2016 ના પ્રથમ છામાહીમાં કિસાન ક્રેડિટ કાર્ડ (18%) અને એગ્રીકલ્ચર લોન (11%) સૌથી મોટા માધ્યમ હતા. તે સમયે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનનો હિસ્સો માત્ર 6% હતો, જે હવે વધીને 30% થયો છે.

    નાના ટિકિટ સાઇઝની લોનમાં ભારે ઉછાળો

    સ્માર્ટફોન ફાયનાન્સિંગ હાલમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્કીમ્સમાં સૌથી ઝડપથી વિકસતો વિભાગ છે. ટ્રાન્સયુનિયન સબિલના એમડી અને સીઈઓ ભાવેશ જૈનના જણાવ્યા અનુસાર, યુવા વર્ગ અથવા જેન ઝી (Gen Z) માટે મોંઘા મોબાઈલની EMI એ ક્રેડિટ સ્કોર બનાવવાની સૌથી સરળ શરૂઆત બની ગઈ છે. વર્ષ 2026 ની પ્રથમ છામાહીમાં જેન ઝી ગ્રાહકોને મળેલી લોનમાં 46% હિસ્સો NBFCs નો હતો.

    આ વલણનું મુખ્ય કારણ નાના ટિકિટ સાઇઝની લોન છે. જૂન 2026 ના ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં રૂ. 50,000 થી ઓછી રકમ ધરાવતી લોનનો હિસ્સો 93% હતો. જૂન 2019 ની સરખામણીમાં આવી નાની લોનની સંખ્યામાં 2.6 ગણો ઉછાળો આવ્યો છે.

    શોખ અને EMI નો સંતુલિત ઉપયોગ

    FIDC ના ચીફ એક્ઝિક્યુટિવ રમણ અગ્રવાલના જણાવ્યા મુજબ, NBFCs નો 50% હિસ્સો એ બાબતની સાબિતી છે કે તેઓ દેશના ખૂણે-ખૂણે લોકોને નાણાકીય પ્રવાહમાં લાવી રહ્યા છે. આનાથી ગ્રાહકો પોતાનો ક્રેડિટ હિસ્ટ્રી (Credit Score) બનાવી શકે છે, જે ભવિષ્યમાં મોટી હોમ લોન કે બિઝનેસ લોન મેળવતી વખતે બેંકો તરફથી મદદરૂપ બને છે.

    જોકે, કન્ઝ્યુમર લોનમાં થયેલો આ વધારો એ વાતની સીધી ખાતરી નથી આપતો કે દેશનો નાગરિક દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. પરંતુ, ઈએમઆઈ પર રોજિંદી જરૂરિયાતો અને લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવાનો વલણ ચોક્કસપણે ઝડપથી વધી રહ્યો છે.

    #ConsumerDurables #CreditTrend #NBFCLoans
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      DA Hike Alert: ઓગસ્ટના CPI-IW આંકડામાં મોટો ઉછાળો, કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં થશે જંગી વધારો

      October 3, 2026

      UPI નિયમોમાં મોટો ફેરફાર: 15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગશે 0.4% MDR, જાણો કોના પર પડશે અસર

      October 3, 2026

      ₹1.50 લાખ પહોંચતા બદલાયો મોહ: ભારતીયો હવે ભારે આભૂષણો છોડી ખરીદી રહ્યા છે લાઈટવેઈટ જ્વેલરી

      October 3, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.