car safety in rainy season:ચોમાસામાં કારની બારીઓ પર વરાળ બને છે? આ સરળ ટીપ્સ તમને તાત્કાલિક રાહત આપશે!
car safety in rainy season:ચોમાસાની મોસમ જો કે શીતળતા અને હરિયાળું વાતાવરણ લાવે છે, પરંતુ વાહનચાલકો માટે ઘણીવાર નવી મુશ્કેલી ઉભી કરે છે – કારના કાચ (વિન્ડોશિલ્ડ) પર ઊપજતી વરાળ. આ ધુમ્મસ દૃશ્યતા ઘટાડે છે અને ડ્રાઈવિંગને જોખમી બનાવી શકે છે.
પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. અહીં કેટલીક સરળ અને અસરકારક યુક્તિઓ છે, જેનાથી તમે તમારા કારના કાચને તરત જ સાફ કરી શકો છો અને સુરક્ષિત ડ્રાઈવિંગ માણી શકો છો.
1. ડિફોગરનો ઉપયોગ કરો યોગ્ય રીતે
જો તમારી કારમાં ડિફોગર સુવિધા છે, તો તેને આગળ અને પાછળના કાચ માટે ચાલુ કરો.
-
આગળના કાચ માટે AC ને “ફ્રન્ટ ડિફોગર” મોડ પર મૂકો.
-
પંખાની સ્પીડ પણ થોડું વધારશો, જેથી ભેજ ઝડપથી દૂર થાય.
2. રીસર્ક્યુલેશન મોડ બંધ કરો
ચોમાસામાં “એસી રીસર્ક્યુલેશન મોડ” ચાલુ રાખવો એક સામાન્ય ભૂલ છે.
આના કારણે અંદરના ભેજવાળા વાયુને બહાર ફેંકી શકાયો નથી.
→ આ મોડ બંધ કરી તાજી હવા અંદર લાવો, જે વરાળ દૂર કરવામાં મદદ કરશે.
3. કાચની સાફસફાઈ જરૂરી છે
કાચ પર રહેલા ધૂળ અથવા ગ્રીસ પણ વરાળનું કારણ બની શકે છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ગ્લાસ ક્લીનર વડે કાચને સારી રીતે સાફ કરો.
4. AC નું તાપમાન યોગ્ય રીતે સેટ કરો
કારની અંદર અને બહારના તાપમાન વચ્ચે તફાવત હોય ત્યારે વધુ વરાળ બને છે.
→ બહારનું તાપમાન જો 22°C હોય, તો અંદરનું 20°C રાખો.
આ રીતે તાપમાન સંતુલિત રહેશે અને ફોગિંગ ટાળવા સરળ રહેશે.
5. થોડી બારીઓ ખોલો
જ્યારે વરાળ વધુ હોય અને ઉપરોક્ત રીતોથી રાહત ન મળે, ત્યારે બારીઓ થોડી ખુલી રાખો.
→ આ અંદર-બહાર હવાનું વહન સુધારશે અને વરાળ ઝડપથી દૂર થશે.