BSNL
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે સરકારી ટેલિકોમ કંપની BSNL સસ્તા રિચાર્જ પ્લાન માટે લોકપ્રિય છે. સરકારી કંપની પાસે રિચાર્જ પ્લાનની લાંબી યાદી છે. કંપનીની યાદી ઓછી કિંમતે લાંબી વેલિડિટી સાથેના પ્લાનથી ભરેલી છે. જો તમે ઓછા ખર્ચે તમારા સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માંગો છો, તો BSNL પાસે આવા ઘણા પ્લાન છે.
ખાનગી કંપનીઓએ જુલાઈ 2025માં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ધરખમ વધારો કર્યો હતો. પરંતુ સરકારી ટેલિકોમ કંપની હજુ પણ ગ્રાહકોને જૂની કિંમતે રિચાર્જ પ્લાન આપી રહી છે. આ જ કારણ છે કે મોંઘા પ્લાનથી બચવા લાખો લોકો BSNL સાથે જોડાયા છે. ત્યારે BSNL હવે 300 દિવસની વેલિડિટી વાળો પ્લાન લાવી છે.
BSNL હાલમાં ટેલિકોમ ઉદ્યોગમાં એકમાત્ર એવી કંપની છે જે 365 દિવસથી વધુની વેલિડિટીવાળા પ્લાન ધરાવે છે. એમા જ એક નવો પ્લાન ઉમેરાયો છે જે 300 દિવસની વેલિડિટી સાથે મળે છે.
જો તમે BSNL સિમનો ઉપયોગ કરી રહ્યા છો અને તમને વધારે કોલિંગ અને ડેટાની જરૂર નથી, તો તમે ઓછા ખર્ચે સિમને 300 દિવસ સુધી એક્ટિવ રાખી શકો છો. કંપનીના આ પ્લાનમાં યુઝર્સને કોલિંગ અને ડેટામાં કેટલીક લિમિટ મળે છે. તમને પ્લાનના પહેલા 60 દિવસ માટે અમર્યાદિત ફ્રી કૉલિંગ અને ડેટા લાભો મળે છે. તમે પહેલા 60 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર અમર્યાદિત ફ્રી કૉલિંગ કરી શકો છો.
તે સાથે તમને પ્રથમ 60 દિવસ માટે ડેટાનો પણ લાભ મળે છે. જેમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ રીતે, તમને આખા પ્લાનમાં 120GB હાઇ સ્પીડ ડેટા મળે છે. ફ્રી કોલિંગ અને ડેટાની સાથે આ પ્લાન 60 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ પ્રદાન કરે છે.