શહેરમાં ચાર રસ્તા જંક્શન પર હવે વચ્ચે ઉભા રહી શકાશે નહી. રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાનો હેતુથી પોલીસ વિભાગ અને એએમસી સંયુક્ત ક્રમે બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. આગામી સમયમાં શહેરમાં આવા ૨૫ જંક્શન પર પણ બોક્સ માર્કિગ થશે. ચાર રસ્તા જંક્શન પર પીળા પટાની ડિઝાઇન દોરેલા વિસ્તારમાં કોઇપણ વાહન ઉભુ રાખવા પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરમાં એએમસી સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરના ૨૫ ચાર રસ્તા પર આવા બોક્સ માર્કિગ બનાવાનું આયોજન કરાયું છે. આ બોક્સ માર્કિગ ચાર રસ્તા પર ટ્રાફિક જામને અટકાવે છે.
જંકશનના ચારેય રસ્તા આવરી લેવાય છે. ભારે ટ્રાફિક ધરાવતા જંકશન બ્લોક ન થઇ જાય તે માટે આ ડિઝાઇન તૈયાર કરવામા આવી છે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આ બોક્સ માર્કિગ બનાવવામાં આવ્યું છે. આરટીઓ સર્કલ,ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા ,ઘેવર સર્કલ,રક્ષા શક્તિ સર્કલ,નમસ્તે સર્કલ,એરપોર્ટ સર્કલ,ગોલ્ડન કતાર સામે,મેમ્કો, રામેશ્વર,શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ,હિરભાઇ ટાવર, એનએફડી,પ્રહલાદનગર,મકરબા, મેરી ગોલ્ડ ૩ રસ્તા ,અનુપમ,નિકોલ,ખોડિયાર મંદિર, વિરાટનગર. ટ્રાફિક સમસ્યા છુટકારો મેળવવા માટે સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક સંચાલન માટે પશ્ચિમ અનેક દેશમાં આ માર્કિગ હોય છે. આ બોક્સ માર્કિગ તે જ જંક્શન પર બનાવવાનું આયોજન છે જ્યાં સૌથી વધુ ટ્રાફિકજામ થવાની સંભાવના છે અથવા હાલ આ ચાર રસ્તા જંક્શન પર ટ્રાફિક થઇ રહ્યુ છે.
ઉદાહરણ તરીકે જાેઇએ તો બે ટ્રાફિક જંક્શન ખુબ નજીક હોય અને રેડ સિગ્નલ પર થોભેલા વાહનોની લાઇન આગળના જંક્શન સુધી લંબાયેલી હોય તો આ સંજાેગોમાં બોક્સ માર્કિગ સુચવે છે. કોઇપણ વાહન માર્ક કરેલા વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં કે થોડીક ક્ષણો માટે પણ ઉભુ રહી શકશે નહી. રોડ પર આ પ્રકારના માર્કિગ સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક માટે હોય છે. વિદેશના અનેક દેશમાં આ પદ્ધતિ અમલામા મુકાઇ છે. ત્યારે જાેવાનું રહે છે કે, આ પદ્ધતિ અમદાવાદીઓ કેટલો ફાયદો થાય છે.