ગુજરાતના કુખ્યાત અમેરિકા ગેરકાયદેસર મોકલતા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલના સાથીની જીસ્ઝ્રએ ધરપકડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંહ સેલની એક ટીમે મંગળવારે દિલ્હીથી કથિત હ્યુમન સ્મગલિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. અત્યારે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ૨૮ પાસપોર્ટ ધરાવતા અને લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલતા કુખ્યાત એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલનો એ ખાસ માણસ છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન, નકલી પાસપોર્ટ, લોકોને અમેરિકા બોર્ડર સુધી ગેરકાયદેસર પહોંચાડવા જેવા અનેક કાળા કારનામામાં આ ધરપકડ કરાયેલા શખસે બોબી પટેલને મદદ કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસની ટીમ અત્યારે આની સાથે પૂછપરછ કરી રહી છે અને પછી આગળ કાર્યવાહી કરી શકે છે. જીસ્ઝ્ર અધિકારીઓએ ગેરકાયદેસર ઈમિગ્રેશન કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. તેમણે નવી દિલ્હીમાં પશ્ચિમ વિહાર પાસે સુંદર વિહારમાં રહેતા ગુરપ્રીત સિંહ ઓબેરોય (૬૨)ની ધરપકડ કરી લીધી છે.
જીસ્ઝ્ર અધિકારીએ જણાવ્યું કે આરોપી ગુરપ્રીત સિંહ લગભગ ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી ભરત ઉર્ફે બોબી પટેલ સાથે કામ કરતો હતો. બંનેએ એકબીજા સાથે મળીને લોકોને ગેરકાયદેસર અમેરિકા બોર્ડર ક્રોસ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આટલા સમયગાળામાં ઈમિગ્રેશનને લગતા તમામ ગેરકાયદેસર કામ હતા તેમાં ગરુપ્રીત પણ સામેલ હતો. બોબી પટેલ અને ગુરપ્રિતે અત્યારસુધી લગભગ ૨૦૦ લોકોને ગેરકાયદેસર રીતે ેંજી બોર્ડર ક્રોસ કરાવી દીધી છે. જીસ્ઝ્ર અધિકારીઓ વધુમાં પૂછપરછ અને તપાસ કરતા સામે આવ્યું કે બોબી પટેલ ગેરકાયદેસર રીતે ઈમિગ્રેશન કૌભાંડમાં લોકોને અમેરિકા મોકલતો હતો. જેમાં સૌથી પહેલા યુરોપિયન દેશો માટે પણ એક વિઝા કૌભાંડ ચાલતુ હતું. એમાં બોબીની સાથે ગુરપ્રિત ઓબેરોયનો પણ હાથ હોવાની આશંકા છે.
બોબી પટેલ ગેરકાયદેસર ઈમિગ્રેશન માટે સૌથી પહેલા ઓબેરોયનો સંપર્ક સાધતો. જેમાં યુરોપિયન દેશોમાં એન્ટ્રી માટે શેંગેન વિઝા મેળવવામાં આવતા હતા. ત્યારપછી બોબી પટેલ પોતાનું નેટવર્ક વધારતો ગયો અને ત્યાંથી જ્યારે કોઈ શખસ શેંગેસ પહોંચે કે તરત ેંજી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હતી. જેમાં બોબી પટેલને આ ગુરપ્રિત સિંહ ઓબેરોય ઘણી મદદ કરતો રહેતો હતો. નોંધનીય છે કે ત્યારપછી બોબી પટેલ અને તેનો સાથી ગુરપ્રિત સિંહ આમાથી કેટલાક લોકોને મેક્સિકો મોકલી દેતા હતા. જ્યાંથી ગેરકાયદેસર રીતે તેઓ ેંજી બોર્ડર ક્રોસ કરી દેતા હતા. નોંધનીય છે કે જીસ્ઝ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને બાતમી મળી હતી કે ઓબેરોય થોડા દિવસો માટે પોતાના ઘરે આવ્યો છે અને ત્યારે બાજ નજર અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને જીસ્ઝ્રની ટીમે તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારપછી ગુરપ્રિત સિંહને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ૬ દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયો છે. જીસ્ઝ્રએ અત્યારસુધી હ્યુમન સ્મગલિંગ કેસમાં અત્યારસુધીમાં બોબી પટેલ સહિત ૫ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમની સામે તપાસકર્તાઓએ પહેલાથી જ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે.
બોબી પટેલ વિરૂદ્ધ નકલી ઈમિગ્રેશન, ગેરકાયદેસર હ્યુમન સ્મગલિંગ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે જીસ્ઝ્રની ટીમે ડિસેમ્બરમાં હ્યુમન સ્મગલિંગ કેસમાં તેની ધરપકડ કરી હતી ત્યારથી જ એકપછી એક આ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેના પર અને તેના સહયોગીઓ પર વિઝા મેળવવા માટે નકલી પાસપોર્ટ બનાવવાનો પણ આરોપ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બોબી પટેલ પાસે પોતાના ૨૮ પાસપોર્ટ છે. એમાંથી ઘણામાં તો બાયોમેટ્રિક્સ પણ એડ કરાયેલા છે. હવે તેને એવી ટ્રિકો વાપરી હતી કે કોઈપણ વ્યક્તિ તેને પકડી ન શકે. જાન્યુઆરી ૨૦૨૨ માં કેનેડા-યુએસ બોર્ડર પાર કરતી વખતે ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના મૃત્યુ કડકડતી ઠંડીમાં થીજી જવાથી થયા હતા. આ અંગે માહિતી સામે આવતા ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડિસેમ્બર ૨૦૨૨માં ગેરકાયદેસર રીતે મેક્સિકોની સરહદ પાર કરતી વખતે કલોલના એક વ્યક્તિનું મોત થયું હતું અને એપ્રિલ ૨૦૨૩માં કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે મહેસાણાના એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. આ તમામ કિસ્સાઓ સામે આવતા ગેરકાયદેસર ઈમિગ્રેશન પ્રોસેસ અને બોર્ડર પાર કરાવી અમેરિકા મોકલતા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.