World news : Bharat Ratna 2024 : કેન્દ્ર સરકારે આ વર્ષે ભારત રત્નથી સન્માનિત થનાર વ્યક્તિઓના નામની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન અને ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ, ડૉ એમએસ સ્વામીનાથનને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ચૌધરી ચરણ સિંહ અંગે પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે પૂર્વ વડાપ્રધાનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. મોદીએ કહ્યું કે તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું છે.