Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પતિ સાથે રોમેન્ટિક થઇને ફ્લોન્ટ કર્યુ બેબી બંપ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરાવ્યું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ
    Entertainment

    પતિ સાથે રોમેન્ટિક થઇને ફ્લોન્ટ કર્યુ બેબી બંપ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરાવ્યું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સ્વરા ભાસ્કરના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. લગ્નના ૪ મહિના બાદ ૬ જૂને સ્વરાએ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. તેણે પતિ ફહાદ સાથે ફોટો શેર કરતાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક દરેક દુઆ કબૂલ થઇ જાય છે. નવી સફરમાં ડગલું ભરવા માટે ઉત્સાહિત છું. સ્વરા પોતાની પ્રેગનેન્સી એન્જાેય કરી રહી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પતિ ફહાદ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું. તેમાં તેણે ફ્લોરલ ગાઉન કેરી કર્યુ અને ફહાદે સિંપલ શર્ટ ટ્રાઉઝર પહેર્યુ હતું. ફોટોઝમાં સ્વરા બેબી બંપ ફ્લોન્ટ કરતાં જાેવા મળી રહી છે. સ્વરાએ સોશિયલ એકાઉન્ટ પર જે ફોટોઝ શેર કર્યા છે, તેની સાથે સ્વરાએ ખાસ પોસ્ટ પણ શેર કરી છે. સ્વરાએ લખ્યું, ઘણીવાર તમને જીવન આશા કરતાં વધુ આશીર્વાદ આપે છે. સાથે જ એવી યાત્રાનો અનુભવ કરાવે છે. જ્યાં તમે પોતાને અને એકબીજાને સમજવાનો મોકો આપે છે.

    સ્વરાએ આગળ લખ્યું, અમારી જિંદગીની આ ખૂબસૂરત પળ સાધારણ રીતે કેપ્ચર કરવામાં આવી. આ ઇમાનદારી ભર્યુ અને આરામદાયક હતું. સ્વરા અને ફહાદ એક ફોટોમાં છત્રી નીચે રોમેન્ટિક પોઝ આપતા જાેવા મળી રહ્યાં છે અને આ ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. સ્વરા ભાસ્કરનો જન્મ ૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ થયો હતો. ૩૫ વર્ષની સ્વરાએ પોતાના મિત્ર ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ બધાને ગુડ ન્યૂઝ આપી હતી. તે બાદ તેણે દિલ્હી અને લખનઉમાં મેરેજ રિસેપ્શન આપ્યું હતું. સ્વરાના ફોટોઝ ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતાં. સ્વરા સોશિયલ મીડિયા પર ઘણીવાર બેબી આવવાવી તૈયારીઓને લઇને ફોટોઝ શેર કરતી રહે છે. તે અને ફહાદ આજકાલ બેબીને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઇએ કે બંને સપ્ટેમ્બરમાં નાનકડા મહેમાનનું સ્વાગત કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.