Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»સતત 5 દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે: SBI અને UBI ની ગ્રાહકોને 26 સપ્ટેમ્બર પહેલા કામ પતાવવા અપીલ
    Business

    સતત 5 દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે: SBI અને UBI ની ગ્રાહકોને 26 સપ્ટેમ્બર પહેલા કામ પતાવવા અપીલ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 21, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બેંક ગ્રાહકો માટે એલર્ટ: મહિનાના છેલ્લા 5 દિવસ બેંકો રહેશે બંધ, 28 થી 30 સપ્ટેમ્બર દેશવ્યાપી હડતાલ

    મહિનાના છેલ્લા 5 દિવસો દરમિયાન દેશભરમાં બેંકિંગ કામકાજ સંપૂર્ણપણે ઠપ રહેવાની શક્યતા છે. આ 5 દિવસોમાં ચોથો શનિવાર અને રવિવારની સપ્તાહાંત રજાઓ ઉપરાંત, 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 વચ્ચે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 3 દિવસની દેશવ્યાપી હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે.

    લગાતાર 5 દિવસ બેંકો બંધ રહેવાના કારણે સામાન્ય નાગરિકો અને વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (UBI) જેવી મોટી બેંકોએ પોતાના ગ્રાહકોને અગાઉથી જ જરૂરી નાણાકીય કામકાજ પૂર્ણ કરી લેવાની વિનંતી કરી છે.

    સતત 5 દિવસ શા માટે બંધ રહેશે બેંકો?

    બેંકિંગ શેડ્યૂલ મુજબ, સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેંક શાખાઓ નીચે મુજબના દિવસોમાં બંધ રહેશે:

    • 26 સપ્ટેમ્બર (ચોથો શનિવાર): દેશભરમાં બેંકોમાં નિયમિત રજા.

    • 27 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા.

    • 28 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 3 દિવસની દેશવ્યાપી હડતાલ.

    એસબીઆઈ અને યુનિયન બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હડતાલના દિવસોમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવાનો પૂરતો પ્રયાસ કરશે, પરંતુ શાખાઓમાં કામકાજ પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. તેથી, જે ગ્રાહકોને શાખામાં જઈને રોકડ જમા કરાવવી, ચેક ક્લિયરન્સ કે અન્ય કામ હોય, તેમણે 26 સપ્ટેમ્બર પહેલાં જ તે પૂર્ણ કરી લેવા હિતાવહ છે.

    બેંક ગ્રાહકોએ શું કરવું જોઈએ?

    લાંબી રજાઓ અને હડતાલના કારણે નાણાકીય અગવડતાથી બચવા માટે ગ્રાહકોએ અગાઉથી પ્લાનિંગ કરવું જરૂરી છે:

    1. રોકડની વ્યવસ્થા: જે લોકોને ઈમરજન્સી કે રોજિંદા ખર્ચ માટે કેશની જરૂર હોય, તેમણે હડતાલ શરૂ થાય તે પહેલાં જ એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડી લેવા.

    2. શાખાના કામકાજ: ડ્રાફ્ટ બનાવવો, નવું ખાતું ખોલાવવું, કેવાયસી (KYC) અપડેટ અથવા મોટી રકમના ચેક જમા કરાવવા જેવા કામકાજ 25 સપ્ટેમ્બર સુધીમાં પતાવી દેવા.

    SBI અને યુનિયન બેંકની ગ્રાહકોને મહત્વની સલાહ

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું છે કે હડતાલ દરમિયાન શાખા સેવાઓ પ્રભાવિત થઈ શકે છે, તેથી ગ્રાહકોએ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો. એસબીઆઈએ ગ્રાહકોને નીચે મુજબના વિકલ્પો વાપરવાની સલાહ આપી છે:

    • કેશ ઉપાડવા અથવા જમા કરવા માટે ATM / ADWM મશીન.

    • ઓનલાઇન લેવડ-દેવડ માટે SBI YONO, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબીલ બેંકિંગ.

    • ચૂકવણી માટે UPI અને અન્ય ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ.

    • નજીકના ગ્રાહક સેવા કેન્દ્રો (Customer Service Centers).

    તે જ રીતે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ પોતાના ગ્રાહકોને રોજિંદા ટ્રાન્સફર માટે મોબાઇલ બેંકિંગ, નેટ બેંકિંગ, બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ (BC) પોઇન્ટ્સ અને યુપીઆઈ જેવા વૈકલ્પિક ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

    Suryoday small finance bank FD

    શું હડતાલ દરમિયાન ATM અને UPI કામ કરશે?

    હા, બેંક શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકો માટે ATM, UPI, નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ સેવાઓ કાર્યરત રહેશે.

    તમે કોઈપણ દુકાને કે વ્યક્તિને યુપીઆઈ (UPI) દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકશો. જોકે, સતત 5 દિવસ સુધી બેંકો બંધ રહેવાના કારણે એટીએમમાં રોકડની અછત (Cash Crunch) સર્જાઈ શકે છે. તેથી, છેલ્લી ઘડીએ રોકડ માટે એટીએમના ફેરા મારવાને બદલે અગાઉથી જરૂરી કેશ ઉપાડી લેવી વધારે ડાહપણભર્યું રહેશે.

    #BankHoliday #BankStrike
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      DA Hike Alert: ઓગસ્ટના CPI-IW આંકડામાં મોટો ઉછાળો, કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં થશે જંગી વધારો

      October 3, 2026

      UPI નિયમોમાં મોટો ફેરફાર: 15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગશે 0.4% MDR, જાણો કોના પર પડશે અસર

      October 3, 2026

      ₹1.50 લાખ પહોંચતા બદલાયો મોહ: ભારતીયો હવે ભારે આભૂષણો છોડી ખરીદી રહ્યા છે લાઈટવેઈટ જ્વેલરી

      October 3, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.