NPA
નાણાકીય વર્ષ 2023-24માં બેન્કોની નફાકારકતા સતત છઠ્ઠા વર્ષે સુધરી છે અને તેમની બેડ લોન 2.7 ટકાના 13 વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
બેંકોની એસેટ ગુણવત્તામાં પણ સુધારો થયો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (GNPA) રેશિયો માર્ચ 2024ના અંતે ઘટીને 2.7 ટકા અને સપ્ટેમ્બર 2024ના અંતે 2.5 ટકા પર આવી ગયો છે, જે 13 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. વધુમાં, બેંકોની મૂડીની સ્થિતિ પણ સંતોષકારક રહી છે, જે લોન રેશિયો અને CRAR જેવા મુખ્ય પરિમાણોમાં પ્રતિબિંબિત થાય છે.
નાણાકીય વર્ષ 2023-24માં અનુસૂચિત વ્યાપારી બેંકોનો ચોખ્ખો નફો 32.8 ટકા વધીને રૂ. 3,49,603 કરોડ થયો છે. માર્ચ 2024 ના અંતે કોમર્શિયલ બેંકિંગ સેક્ટરમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો, 21 ખાનગી ક્ષેત્રની બેંકો, 45 વિદેશી બેંકો, 12 નાની ફાઇનાન્સ બેંકો, 6 ચુકવણી બેંકો, 43 પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 2 સ્થાનિક વિસ્તારની બેંકો (LABs)નો સમાવેશ થાય છે.