બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા: વૈશ્વિક સંકટ વચ્ચે સરકારે વધાર્યા ઇંધણના દર
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર સરકારે વધુ એક આર્થિક બોજ નાખ્યો છે. બાંગ્લાદેશ સરકારે પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં 17.4 ટકાનો ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડશે સાથે જ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે પણ મુશ્કેલીઓ વધી ગઈ છે, જેઓ પહેલાથી જ દેશમાં ચાલી રહેલી વીજળી અને ગેસની તીવ્ર અછત સામે ઝૂમી રહ્યા છે.

બાંગ્લાદેશ સરકારના ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને શિપિંગ કોસ્ટમાં થયેલા વધારાને કારણે દેશમાં ઇંધણના ભાવ વધારવાની ફરજ પડી છે.
ઈંધણના નવા અને જૂના ભાવ પર એક નજર
નવા સુધારેલા દરો લાગુ થયા બાદ બાંગ્લાદેશમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે:
ડીઝલ: ડીઝલના ભાવમાં 17.4 ટકાનો વધારો થયો છે, જેનાથી તેની કિંમત 115 ટકાથી વધીને 135 ટકા પ્રતિ લીટર થઈ ગઈ છે.
પેટ્રોલ: પેટ્રોલના ભાવ 140 ટકાથી વધીને 160 ટકા પ્રતિ લીટર થઈ ગયા છે.
કેરોસીન: ગરીબ અને મધ્યમ વર્ગ દ્વારા વપરાતા કેરોસીનના દર 135 ટકાથી વધીને 155 ટકા પ્રતિ લીટર પહોંચ્યા છે.
ઓક્ટેન ગેસોલિન: પ્રીમિયમ ફ્યુઅલ ઓક્ટેન ગેસોલિનના દરો પણ વધીને 165 ટકા પ્રતિ લીટર ના સ્તરે પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજાર અને આંતરિક અસ્થિરતાનું દબાણ
બાંગ્લાદેશના ઊર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે માર્ચ 2026 પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશની આંતરિક આર્થિક અને રાજકીય અસ્થિરતાના કારણે માલ-સામાનની હેરફેર (Freight Cost) નો ખર્ચ પણ ખૂબ વધી ગયો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના આ ભેગા દબાણને કારણે સરકાર પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
મોંઘવારી અને ગાર્મેન્ટ સેક્ટર પર સંકટ
ઈંધણની આ નવી કિંમતો તુરંત અસરથી લાગુ કરી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી પરિવહન (Transport) અને ઉત્પાદન ખર્ચ (Production Cost) માં મોટો વધારો થશે.
આયાત પર નિર્ભર બાંગ્લાદેશ માટે આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. દેશનો સૌથી મોટો ગાર્મેન્ટ એક્સપોર્ટ સેક્ટર (તૈયાર કપડાંની નિકાસ), જે દેશની કમાણી અને જીડીપીનો મુખ્ય આધાર છે, તે પહેલાથી જ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. હવે ઇંધણ મોંઘું થવાથી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ફેક્ટરીઓનું માર્જિન ઘટશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રહેવું મુશ્કેલ બનશે.

બેક ટુ બેક ભાવવધારો અને સરકારની સ્પષ્ટતા
નોંધનીય છે કે આ અગાઉ પણ બાંગ્લાદેશ સરકારે એપ્રિલ અને જૂન મહિનામાં ઇંધણના ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા આયાત ખર્ચને જવાબદાર ગણાવવામાં આવ્યો હતો.
સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર ઉર્જા સંકટ હોવા છતાં સરકાર ગ્રાહકોને રાહત આપવા માટે એલએનજી (LNG) પર સબસિડી ચાલુ રાખી રહી છે. પ્રાદેશિક ઉર્જા સંકટના કારણે આયાતમાં મોટી અડચણો આવી રહી હોવા છતાં, સરકારે નાગરિકો માટે વીજળી અને ગેસનો પુરવઠો જાળવી રાખવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.
