Ayurvedic Beauty Products
આયુર્વેદિક પ્રોડક્ટ્સની વધતી માંગને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી હવે આ સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ નિર્ણયથી બજારમાં પહેલેથી જ હાજર બ્રાન્ડ્સ માટે સ્પર્ધા વધુ કઠિન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં બ્યુટી સેગમેન્ટ મારફતે આયુર્વેદ માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સે તેના આયુર્વેદિક બ્યુટી બ્રાન્ડની ટેસ્ટિંગ પુરી કરી છે. ધારણા છે કે કંપની એપ્રિલ 2025 સુધીમાં તેનું નવું બ્રાન્ડ લોન્ચ કરી શકે. ખાસ વાત એ છે કે આ બ્રાન્ડના તમામ પ્રોડક્ટ્સ રિલાયન્સના ઇકોસિસ્ટમમાં જ ઉત્પાદન કરવામાં આવશે, એટલે કે કંપની જ તેમની પ્રોડક્શન પ્રક્રિયાની જવાબદારી ઉઠાવશે.રિલાયન્સ તેના નવી આયુર્વેદિક પ્રોડક્ટ્સને ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલ્સ દ્વારા વેચશે. ગ્રાહકો આ પ્રોડક્ટ્સ Tira સ્ટોર્સ, અન્ય રિલાયન્સ સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી ખરીદી શકશે.
ભારતમાં આયુર્વેદ માર્કેટ ઝડપથી વધી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2028 સુધીમાં આ માર્કેટ 1.2 લાખ કરોડ સુધી પહોંચે તેવી ધારણા છે, જે હાલમાં 57,450 કરોડ છે. NirogStreet દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પ્રાકૃતિક અને હર્બલ ઉત્પાદનોની વધતી માંગ, આયુર્વેદ ડોકટરોની સંખ્યામાં વધારો અને સરકારી યોજનાઓ આ ઉદ્યોગની વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.