ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ પોતાની લેટસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અવનીત કૌરે પોતાની બૉલ્ડનેસથી બધાને ચોંકાવી દીધા છે, એક્ટ્રેસ અવારનવાર તસવીરો અને વીડિયોથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હૉટનેસ જાેઈને ફેન્સ દંગ રહી ગયા છે. અભિનેત્રી અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌરે બ્લૂ કલરના ટાઈટ ફીટ લૂકમાં શૉર્ટ ડ્રેસ પહેરેલો છે. તેને સ્ટાઇલિશ દેખાવા માટે અવનીત કૌરે પૉનીટેલમાં તેના વાળ કર્લ કર્યા છે અને સામાન્ય મેકઅપ પણ કર્યો છે. અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવી કરિયરની શરૂઆત કરી હતી. અવનીત કૌરે બૉલીવુડમાં નવાઝુદ્દીન સાથે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી ડેબ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક્ટિંગની સાથે એક્ટ્રેસ અવનીત કૌર પણ ખૂબ જ સારો ડાન્સ કરે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે, ત્યારે ચાહકોના દિલ ઝડપથી ધડકવા લાગે છે. અવનીત કૌર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ લિસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ મજબૂત છે.