Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અવિનાશ અને શફકનો સંબંધ છ મહિના સુધી જ ટક્યો હતો અવિનાશ સચદેવ બહેન શફક સાથે રિલેશનશીપમાં હતો
    Entertainment

    અવિનાશ અને શફકનો સંબંધ છ મહિના સુધી જ ટક્યો હતો અવિનાશ સચદેવ બહેન શફક સાથે રિલેશનશીપમાં હતો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસ ઓટીટી ૨માંથી હાલમાં જ ટીવી એક્ટ્રેસ ફલક નાઝ આઉટ થઈ છે. શોમાંથી ફલક બહાર થઈ જતાં તે ઉદાસ થઈ સાથે જ તેનો ખાસ ફ્રેન્ડ અવિનાશ પણ દુઃખી થયો હતો. શોમાંથી બહાર આવતાં જ ફલકે અવિનાશ સાથેના બોન્ડ વિશે વાત કરી હતી. ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં ફલક અને અવિનાશના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અવિનાશ પોતાની લાગણીઓ ખુલીને વ્યક્ત કરી રહ્યો છે જ્યારે ફલક હજી પણ મૂંઝવણમાં છે. ફલકે અવિનાશ સાથેના સંબંધને ખાસ ગણાવ્યો છે પણ હજી તે તેને કોઈ નામ આપવા તૈયાર નથી. વળી, ભૂતકાળમાં અવિનાશ ફલકની બહેન શફકને ડેટ કરી ચૂક્યો છે તેવા રિપોર્ટ્‌સ છે. આ મુદ્દે પણ ફલકે વાત કરી છે. અવિનાશ સાથેના બોન્ડ વિશે વાત કરતાં ફલકે કહ્યું, “અવિનાશ સાથે મારું બોન્ડ ખાસ અને મજબૂત છે કારણકે શોની આખી જર્ની દરમિયાન એક દિવસ પણ તેણે મને એકલી નથી પડવા દીધી. હું કેટલીયવાર દુઃખી થઈ હતી પરંતુ તે હંમેશા મારી પડખે રહ્યો હતો. તે મને સમજે છે અને એ જ કારણે અમારું બોન્ડ મજબૂત થયું હતું. મારા પરિવારને અમારા સંબંધ સામે કોઈ વાંધો નથી.

    જાે મારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે મને સમજતી હોય તો પછી શા માટે તેમને વાંધો હોય? મારો પરિવાર ખૂબ સારો છે. અવિનાશ સાથેનું મારું બોન્ડ સરસ છે અને તે શોમાંથી બહાર આવશે પછી હું તેની સાથે મુલાકાત કરીશ. શફક અને અવિનાશ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે તો શું તેને આ વાતથી ફરક પડે છે? આ પ્રશ્નના જવાબમાં ફલકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને આ અંગે કંઈ જ ખબર નથી. અમે એવા તબક્કે છીએ જ્યાં આ બધી વાતોને મેચ્યોરિટીથી હેન્ડલ કરી શકીએ છીએ. જાે ક્યારેય આ વાત ઉઠી તો અમે લોકો શાંતિથી આ મુદ્દે વાત કરી લઈશું. આ વાત ખૂબ જૂની છે એટલે અત્યારે તેનો કોઈ અર્થ પણ નથી. એકવાર અમે આ મુદ્દે વાત કરી લઈશું તો મને ખાતરી છે કે ઘીના ઠામમાં ઘી ઠરશે. જણાવી દઈએ કે, અવિનાશ અને શફક ‘તેરી મેરી લવ સ્ટોરીઝ’ના એપિસોડ ‘સોન્ગ્સ’ના શૂટિંગ વખતે પ્રેમમાં પડ્યા હતા. જાેકે, અવિનાશે આ સંબંધમાંથી પીછેહઠ કરી હતી. જેથી શફક અને અવિનાશના સંબંધનો છ મહિનામાં જ અંત આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.