ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જાેકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. બીએસઈસેન્સેક્સ ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૮૮૦ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૬૧૧ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જાેવા મળી રહી છે. જ્યારે આઈટી, ઓટો, બેન્કિંગ, મેટલ્સ, રિયલ એસ્ટેટ શેરો ઘટીને બંધ રહ્યા હતા.મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તેજી ચાલુ રહી હતી અને બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા…
Author: Shukhabar Desk
ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ ૨ દિવસ જી૨૦ બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે. તો બીજીતરફ જી૨૦ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરાતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ‘ઈન્ડિયા’નું નામ હટાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે પીએમમોદીએ આજે ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ તેમજ સનાતન ધર્મ અંગે મંત્રીઓને મહત્વની સલાહ આપી છે. આજે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીને સલાહ આપી છે કે, તેઓ ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલે……
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના દુમાડ અને અલવા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થઇ છે. આ પસંદગી થતાં કેન્દ્ર સરકારના અધિકારી શ્રી કરણજીત સિંઘે આ બન્ને ગામોની રૂબરૂ મુલાકાત લઇ સરકારની યોજનાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના નિર્દેશક શ્રી કરણજીત સંઘે તેમની મુલાકાત દરમિયાન દુમાડ અને અલવા ગામે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અલવા ગામમાં આપોલો ટાયર્સ, એલ એન્ડ ટી, હરસિદ્ધિ કો-ઓપરેશન તેમજ ગ્રામપંચાયતના સહયોગથી ઘન અને પ્રવાહી કચરાનું સૂચરું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમ સ્વચ્છતાની દ્રષ્ટિએ અલવા ગામ સુંદર અને સ્વચ્છ…
રાજ્યના તમામ વિસ્તારોનાં મોટાભાગના ખેડૂતો વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ખેડૂતોએ પાકની વાવણી તો કરી દીધી પરંતુ પિયત માટે ન તો વરસાદ છે કે ન તો વીજળી બરાબર મળી રહી હોવાની ફરિયાદ થઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખેડૂતોની સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. જગતનો તાત પહેલીથી જ મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે. ત્યારે જાણે ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ સુરત જિલ્લાના ખેડૂતો…
બનાસકાંઠાના પાલનપુર નજીક ૬ કરોડથી વધુના માલની લૂંટ કેસમાં પાટણ ન્ઝ્રમ્ને મોટી સફળતા મળી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, પાલનપુરના ચડોતર પાસે ૧૦ કિલો સોનાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ સોની વેપારી પાસે રહેલા સોના, હીરા અને રોકડ મળી ૬ કરોડના લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ…
એક સમય એવો હતો કે લોકો વધુ અભ્યાસ કરવા માટે પરદેશ જવાનું પસંદ કરતા હતા પરંતુ હવે સ્થાઈ થવા માટે પણ લોકો યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોને પસંદ કરી રહ્યા છે. આ દેશોમાં જવા માટેના યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જેમની પાસે યોગ્ય લાયકાત નથી તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા-કેનેડા જેવા દેશોમાં ઘૂસણખોરીના પ્રયાસો કરતા હોય છે. પરદેશમાં જવા માટે એજન્ટને રૂપિયા આપીને કે ખોટી રીતે પ્રયત્નો કરતા હોય તે અંગે ભારત તરફથી યુકે એમ્બેસીમાં ફરજ બજાવી ચૂકેલા દિગંત સોમપુરાએ આ સવાલ અંગે મહત્વની વાત કહી છે. તેમણે પરદેશ જવા માટે શા માટે ખોટા રસ્તા ન…
તમે દુનિયામાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ જાેઈ હશે અને તેમની કિંમત જાેઈને મન ઘણી વાર ભટકે છે. જે રકમમાં આપણે પોતાના માટે ઘર, કપડાં અને ઘરેણાં ખરીદવાનું વિચારીએ છીએ, તેટલી રકમમાં માત્ર એક કિલો કે બે કિલો વસ્તુ આવી શકે છે. હાલમાં જ સ્પેનમાં એક ખાસ પ્રકારના ચીઝની કિંમત એટલી હદે અંદાજવામાં આવી છે કે ગુજરાતમાં તેની ૪ કિલોની કિંમત લગાવ્યે તો ફ્લેટ ખરીદી શકાય છે. દર વર્ષે ઓગસ્ટમાં સ્પેનમાં લાસ એરેનાસ ડી કેબ્રાલેસ નામની જગ્યા પર એક હરીફાઈ યોજાય છે, જેમાં હાથથી બનાવેલા શ્રેષ્ઠ ચીઝની હરાજી કરવામાં આવે છે. આ વખતે સ્પેનિશ રેસ્ટોરન્ટ Llagar de Collotoyu એ લાખોમાં એક ખાસ…
ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોનું વિશેષ સ્થાન છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ છે. દેશમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પૂજવામાં પણ આવે છે. મહાભારતમાં શિખંડીની ભૂમિકા પરથી પણ તેમના મહત્વનો અંદાજ આવી જાય છે. પરંતુ, અત્યારના સમયમાં ઘણા સ્થળોએ તેમને સન્માન આપવામાં આવતું નથી. તેમની સાથે અમનવીય વ્યવહાર થયા હોવાના પણ ઘણા દાખલા છે. પત્રકાર અને લેખક શરદ ત્રિવેદીએ કિન્નરોના રહસ્યમય જીવન પર બુક લખી છે. તેમાં કિન્નરોના જન્મનું કારણ, સનાતન ધર્મમાં કિન્નરોનું મહત્વ, કિન્નરોના પ્રાર્થના સ્થળ, તેમના વર્ગ, તેમના પરિવાર સહિતની બાબતોની જાણકારી અપાઈ છે. ખાસ કરીને તેમના મૃત્યુ બાબતે રહસ્ય પરથી પડદો ઉઠાવાયો છે. કિન્નરોનું જીવન તો રહસ્યમય છે જ,…
કેનેડાની ગણના વિશ્વના સૌથી આધુનિક અને ધનિક દેશોમાં ગણાય છે છતાં અત્યારે અહીં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં ફસાઈ રહ્યા છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે કેનેડામાં પગારની મદદથી ઘણા લોકો માંડ માંડ મહિનો કાઢી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અત્યારે દર મહિને લાઈટ કે ગેસના બિલ ભરવામાં પણ કેનેડિયનોને ફાંફા પડી રહ્યા છે. એકંદરે કેનેડામાં આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે અને આગામી વડાપ્રધાનની ચૂંટણીમાં તે મોટો મુદ્દો બનવાનો છે. એક અહેવાલ મુજબ લગભગ અડધા કેનેડિયનો પોતાના પગારમાં માંડ મહિનો પસાર કરી શકે છે. મહિનો પૂરો થાય ત્યારે તેમની પાસે લગભગ નાણાં હોતા નથી. લોકોએ પોતાના ઘરેલુ બજેટમાં કાપ મુક્યો…
અમેરિકામાં પોસ્ટલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીએ અંદાજે ૧૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ કર્મચારીએ ટપાલ વિભાગના જે ચેક હતા તે ચોરીને એક એક કરી પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે એક રૂટિન ચેકિંગ દરમિયાન લોકોના નાણા છૂ થઈ ગયા હોવાની ઘટના સામે આવતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કરી તો બે ઘડી તો બધા વિચારતા રહી ગયા અને આ કર્મચારીએ જે પ્રમાણે ષડયંત્ર રચી રૂપિયા પડાવ્યા હતા તે જાેતા રહી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ કર્મચારીએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસથી ફ્રેન્ડશિપ પોસ્ટ ઓફિસ સ્ટેશન પર…