અભિનેત્રી અને કોમેડિયન ભારતી સિંહ અત્યારે શોથી દૂર છે. જાે કે, આજકાલ તે તેના યુટ્યુબ વ્લોગ દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે. અભિનય અને કોમેડી સિવાય ભારતીને રાઈફલ શૂટિંગનો પણ ઘણો શોખ છે. તેણે રાઈફલ શૂટર તરીકે નેશનલ્સમાં પણ ભાગ લીધો છે. વાસ્તવમાં, ભારતીએ તાજેતરમાં એક વીડિયો વ્લોગ શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે લગભગ ૧૫ વર્ષ પછી તેણે ફરીથી રાઈફલ શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી છે. ભારતીએ જણાવ્યું કે પૈસાની અછતને કારણે તે નેશનલ્સ દરમિયાન પોતાના માટે રાઈફલ ખરીદી શકી ન હતી. આ તે જ સમય હતો જ્યારે તેને પહેલી વાર સમજાયું કે તેણે શક્ય તેટલા પૈસા કમાવવા પડશે…
Author: Shukhabar Desk
જાણીતા ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને તેમની પુત્રી અભિનેત્રી પુજા ભટ્ટના સંંબંધો પણ ખુબ ચર્ચામાં રહ્યાં છે. એક સમયે પિતા મહેશ ભટ્ટે પોતાની જુવાનજાેત પુત્રીને લીપ કરીને મેગેજિનના કવર પેજ પર તેનો ફોટો છપાવ્યો હતો. આ સમાચારોએ હલચલ મચાવી દીધી હતી. વર્ષો બાદ પુજા ભટ્ટે આ મુદ્દે પોતાની ચુપકીદી તોડી છે. પિતા મહેશ ભટ્ટને ચુંબન કેમ કર્યું હતું તે મુદ્દે પૂજાએ ખુલીને વાત કરી છે. જેમાં સ્પષ્ટતા આપતા તેણે શાહરૂખ ખાનના નિવેદનને ટાંક્યું છે. પૂજા ભટ્ટે તાજેતરમાં જ ઈન્ટરવ્યુ દરમિયાન મહેશ ભટ્ટને લઈને થયેલા વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. પૂજા ભટ્ટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ એક…
અભિનેતા મોહિત રૈનાએ ભલે ઉરી, કાફિર, શિદ્દત અથવા મિસિસ સિરિયલ કિલર જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હોય, પરંતુ ચાહકો હજુ પણ તેમને ભગવાન શિવના પાત્ર માટે ઓળખે છે. અભિનેતાએ ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.હવે તાજેતરમાં મોહિતે તેના પાત્ર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ભગવાન શિવના પાત્રને કારણે તેના ચાહકો તેમની સાથે ખાસ જાેડાણ અનુભવે છે. આ દરમિયાન મોહિતે શો સાથે જાેડાયેલી એક રસપ્રદ ઘટના પણ જણાવી, જ્યારે એક વૃદ્ધ મહિલાએ તેના પગને સ્પર્શ કર્યો. મોહિતે તે સુંદર ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના પછી તેને સમજાયું કે તે તેના ચાહકો અને ભગવાન વચ્ચેની કડી છે.…
વર્ષ ૨૦૨૧માં પુષ્પાનું પાત્ર ભજવીને અલ્લુ અર્જુને સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે લોકોના દિલ પણ જીતી લીધા અને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. અલ્લુ અર્જુનનો લુક હોય કે પછી ફિલ્મના ડાયલોગ, બધું જ ખૂબ જ પોપ્યુલર થયું હતું. હવે અલ્લુ અર્જુનના તમામ ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મના બીજા ભાગની રાહ જાેઈ રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. હવે અલ્લુ અર્જુને પોતે આ સવાલનો જવાબ આપ્યો છે.અલ્લુ અર્જુને પુષ્પા ૨ ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ…
સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરાઈ છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. તો નરેશ પાટીલની ડેપ્યુટી મેયર તરીકે જાહેરાત કરાઈ છે. મેયર, ડેપ્યુટી મેટર તથા સુરત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જે નામો ચર્ચામાં હતા તેનાથી સાવ વિપરીત નામ સામે આવ્યા છે. મેયર – દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર – નરેશ પાટીલ સ્થાયી સમિતિના ચેરમેન – રાજનભાઈ પટેલ શાસક પક્ષના નેતા – શશીબેન ત્રિપાઠી દંડક : ધર્મેશ વાણિયાવાલા સુરતના નવા મેયર દક્ષેશ માવાણીના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ૧૯૯૮ થી ભાજપ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ સુમુલ ડેરી,…
લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ એક્વિટ થયું છે. નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના જાેરે હવે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે, ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીઓ આરંભા દેવાઈ છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સહપ્રભારીને પી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વસનીકના ત્રણ સહ પ્રભારીમાં લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રામકિશન ઓઝા :અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા. બી.એમ. સંદીપ: ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.) ઉષા નાયડુ : પંચમહાલ,…
અમદાવાદમાં બનેલ ઓગણજ લૂંટ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યા છે. ત્યારે સોલામાં ટ્રાફિક પોલીસે કરેલા તોડકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો પરીપત્ર જાહેર કર્યો છે. પોલીકર્મીઓને છ મુદ્દાની સૂચના આપતો પરીપત્ર જાહેર કરાયો છે. જેમાં શહેરની પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે. સોલામાં ટ્રાફીક પોલીસ દ્વારા તોડ કરવાના ગંભીર મુદ્દા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમલવારી પત્ર જાહેર કરાયો છે. કુલ ૬ મુદ્દા સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાઇટ દરમિયાન પોલીસ અધિકારી કર્મચારી નેમ પ્લેટ સાથે સંપૂર્ણ ડ્રેસમાં રહેવું. નાઇટમાં પોતાને ફાળવેલ…
શહેરની ઝોન-૭ એલસીબીએ થોડા દિવસો પહેલા હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરી નવ પિસ્તોલ, એક રિવોલ્વર, ૬૧ કારતૂસ અને ત્રણ ખાલી મેગઝીન સાથે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં વાસણા પોલીસે હથિયાર આપનાર મુખ્ય આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખની એમપીથી ધરપકડ કરી છે. આરોપીએ પરિવારની જવાબદારી માટે પૈસા મેળવવા માટે ગેરકાયદે હથિયારો વેચ્યા હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, વાસણા પોલીસ આરોપીને પકડવા ગઇ ત્યારે આરોપીએ પોતાની ઓળખ છુપાવી પોતાનું ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, આરોપીના હુલિયા બાબતે પોલીસ જાણતી હોવાથી તે બચી શક્યો ન હતો અને પોલીસ તેને…
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં કૌટુંબિક સગાએ એકલતાનો લાભ ઉઠાવી મહિલાની સાડી ખેંચી વીડિયો બનાવી લીધો અને ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો. એટલું જ નહીં, મહિલાને વડોદરા હોટલમાં લઈ ગયો અને ત્યાં પણ તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધતા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ૧૫ વર્ષથી તેમના મકાનમાં ભાડે રહેતા અને કુટુંબમાં સગા થતો યુવક તેમના ઘર સાથે પારિવારિક સંબંધ હોવાથી અમારા ઘરે આવતો જતો હતો. ૭ એપ્રિલ ૨૦૨૨ના સવારના સાત એક વાગ્યાની આસપાસ જ્યારે મહિલાનો પતિ અને દિયર નોકરી…
જાે તમને કોઈ વિદેશમાં ભણવા માટે એડમિશન કરાવી આપવાની વાત કરે તો ચેતજાે. કેમ કે અમદાવાદના બાપુનગર પોલીસે ત્રણ ગઠિયાની ધરપકડ કરી છે જેને લંડન માં યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડનમાં એડમિશન આપવાનું કહીને લખોની છેતરપિંડી આચરી છે. બાપુનગર પોલીસ ની ગિરફ્તમાં આવેલા આ આરોપીના નામ છે દર્શિત રૈયાણી, વર્જ માલવિયા અને દીપ પટેલ. બાપુનગર પોલીસે આ ત્રણની ૧૧ લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. ગત ૪ તારીખે ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે પોતાના પુત્રને અભ્યાસ અર્થે વિદેશ એટલે કે લંડન મોકલવો હતો જેને લઇ ને દર્શિત રૈયાણી , વર્જ માલવિયા અને દીપ પટેલ સાથે સંપર્ક થયો હતો. જેમાં યુનિવર્સિટી વેસ્ટ…