હાલમાં જ એક્ટ્રેસે પોતાના ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો હતો. તેની તસવીરો સ્વરાએ ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. પણ સ્વરાને પોતાના મેટરનિટી શૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી છે. તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે આ વર્ષે ફહાદ સાથે લગ્ન કર્યા હતા અને થોડા સમય બાદ તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તો વળી હવે એક્ટ્રેસે પોતાની મેટરનિટી ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સ્વરા ભાસ્કરે ભગવા રંગનો ડ્રેસ પહેરેલી જાેવા મળે છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં પણ ભગવા રંગ છે. તેણે…
Author: Shukhabar Desk
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા એનકાઉન્ટરમાં શહીદ કર્નલ મનપ્રીતને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જાેવા મળી હતી, જે કર્નલના શહીદ થવા પર ખુબ જ દુઃખમાં જાેવા મળી હતી. આ દરમિયાન જે તસવીરે લોકોને ખુબ જ ભાવુક કર્યા હતા, તે કર્નલ મનપ્રીતના માસૂમ પુત્રની હતી. તેના દિકરાએ સેનાની વર્દી પહેરીને પિતાને સેલ્યુટ કરીને અંતિમ વિદાય આપી હતી. આ ઉપરાંત શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ હતી. કર્નલના બંને બાળકોની આ તસવીર જાેઈને સૌ કોઈ ભાવુક થયા હતા. આ ઉપરાંત કર્નલની પત્ની…
છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક મોટો હુમલાને સેના દ્વારા નિષ્ફળ બનવામાં આવ્યો છે. બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ બંને પાસેથી સેનાના જવાનોને બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી…
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ૩૧ જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય પોલીસે હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન એક વ્યક્તિ પર ગોળી મારવાના આરોપીની પણ ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં ૩૧ જુલાઈના રોજ નોંધાયેલી એફઆઈઆરના આધારે મોહમ્મદ કૈફની ધરપકડ કરી હતી. ૩૧ જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસામાં છ લોકો…
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પુત્ર હંટર બાયડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત ઠેરવાયા છે. ઉલ્લેખનીય છે છે કે, હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. આ પહેલા અમેરિકી સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તપાસની પણ ઘોષણા કરી હતી. ડેલાવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર, હંટર સામે ૨૦૧૮ માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે. આ સમય દરમિયાન તેણે ક્રેક કોકેઈનનો વ્યસની હોવાનું સ્વીકાર્યું હતું. હંટર પર ડ્રગ્સ યુઝર તરીકે ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવાનો આરોપ છે. ખરેખર તો અભિયોગ અનુસાર હંટર બંદૂક ખરીદતી વખતે દરેક…
સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાના નિવેદન સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી ચેન્નઈના વતની એક વકીલે દાખલ કરી હતી. ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી. તેના પછી ડીએમકે સાંસદ એ.રાજાએ સનાતન ધર્મની તુલના એચઆઈવી સાથે કરી હતી. બંને નેતાઓના નિવેદન સામે ભાજપ નિશાન તાકી રહ્યું છે. આ મામલે ચેન્નઈના વકીલે તેમની અરજીમાં ઉદયનિધિ અને એ.રાજા સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. તેમાં જણાવ્યું કે ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવામાં આવે. તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. અરજીમાં માગ કરાઈ કે એ…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ૪૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હતા. ઈડીદ્વારા અપાયેલી માહિતી અનુસાર આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ઈડીએ તાજેતરમાં કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ સંબંધિત મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. દરમિયાન ભારે માત્રામાં વાંધાજનક પુરાવાઓ મળી આવ્યા હતા. ઈડીએ ૪૧૭ કરોડ રૂપિયાની ગેરકાયદે આવકને જપ્ત કરી લીધી હતી. અધિકારીઓએ કહ્યું કે ઈડીની તપાસમાં જાણ થઈ કે મહાદેવ ઓનલાઈન બુક એપ યુએઈ (AE)થી ઓપરેટ થાય…
વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો ર્નિણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત ૧૪ જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જાેકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (એનબીડીએ)એ કહ્યું કે આ ર્નિણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે. જ્યારે આ મામલે સત્તાધારી ભાજપે વિપક્ષના ગઠબંધન સામે નિશાન તાકતાં તેમના આ ર્નિણયની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન દેશ પર લદાયેલી કટોકટી સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયાગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ…
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો. આ જવાન ગઈકાલે એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયો હતો. આ શહીદ થયેલા મેજર આશિષ ઢોંચકના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ…
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ૨૦૨૫ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસીની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસીસંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસીચિપસેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, એપલે તેની નવી સીરીઝમાં નવઆઈસીને સપોર્ટ કર્યો છે. તમને આ સેવા આઈફોન ૧૫ પ્રોઅને પ્રો મેક્સમાં મળશે. જેઓ નવઆઈસીશું છે તે જાણતા નથી તેઓ જાણી લે કે તેને અંગ્રેજીમાં નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન કહેવાય છે. આ એક ભારતીય જીપીએસસિસ્ટમ છે જે ઈસરોદ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી અમેરિકાની જીપીએસ સિસ્ટમ પરથી દેશની ર્નિભરતા ખતમ થઈ…